Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કરંજમાં એક રાત્રે 5 દુકાનનાં તાળાં તૂટ્યાં
માંડવીકીમ રોડ પર આવેલ કરંજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર્સ તથા પટેલ ક્લિનિકના તાળા તોડી રોકડ રકમ તથા સીપીયુ સહિત 80 હજારની ચોરી કરી ગયા હતાં. પરંતુ ત્રણ જેટલા ઈસમો સ્ટોર્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં ગુનો ઉકેલવાની આશા સેવાઈ રહી છે.
માંગરોળ તાલુકાના મોલવણ ગામે રહેતા ભરતભાઈ પટેલ કરંજ ગામમાં કરંજ શોપિંગ સેન્ટરનીદુકાન નં સી /2માં પટેલ ક્લિનિક ચલાવે છે. જ્યારે બાજુની દુકાન સી/1માં ભવ્ય મેડિકલ સ્ટોર્સ ચલાવતાં હતાં. રવિવારની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો મેડિકલ સ્ટોર્સ તથા પટેલ ક્લીનિકના તળા તોડીને અંદર ઘૂસ્યા હતાં. અને મેડિકલ તથા ક્લિનિકમાં મુકેલ ફાઈલો તથા બીજો સરસામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. અને ક્લીનિકના ડ્રોવરમાં મુકેલ 50 હજાર રૂપિયા તથા મેડિકલ સ્ટોર્સના ટેબલના ડ્રોવરમાં મુકેલ 15 હજાર ઉપરાંત કોમ્પ્યૂટરનું સીપીયુ કિંમત 15000નું ઉપાડી ગયા હતાં. ઉપરાંત બાજુની દુકાનનું શટર તોડ્યું હતું. તથા સામે આવેલ કોમ્પલેક્સમાં પણ બે દુકાનમાં પણ શટર તોડ્યા હતાં. પરંતુ ત્રણેય દુકાનોમાંથી કોઈ વસ્તુ ચોરાઈ હતી. આમ કરંજ ગામે જીઆઈડીસી વિસ્તારમાં એક રાત્રિમાં પાંચ તાળા તૂટતા ભારે ચકચાર મચી ગઈ હતી. માંડવી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે ધસી જરૂરી પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસ હાથ ધરી છે.
રવિવારે રાત્રે કરંજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી.
કરંજ વિસ્તારમાં તસ્કરો બેફામ બનતાં વેપારી આલમમાં ભયનો માહોલ ફેલાયો, ચોરોને તાકીદે ઝડપી પાડવાની માંગ
સીસીટી કેમેરામાં ત્રણ ચોર કેદ થયા
કરંજખાતે એક રાત્રિના પાંચ તાળા તૂટ્યા હતાં. જેમાં દવાખાના તથા મેડિકલ સ્ટોર્સમાંથી 65 હજાર રોકડા ઉપાડી ગયા હતાં. પંરતુ મેડિકલ સ્ટોર્સમાં મુકેલ સીસીટીવી કેમેરામાં ત્રણ ઈસમો કેદ થઈ જતાં માંડવી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે.
પુરાવોનાશ કરવા સીપીયુ ઉપાડી ગયા
કરંજખાતેની ચોરીમાં પાંચ તાળા તોડ્યા પછી રોકડા રૂપિયા સિવાય વસ્તુમાં માત્ર સીપીયુ ઉપાડી ગયા હતાં. પોતાની ચોરીના કોઈ પુરાવા રહે એવા શાયથી ટેકનોલોજીથી અજ્ઞાન ચોરટાઓ સીપીયુ ઉપાડી ગયા હોવાનું મનાઈ રહ્યું છે.
મેડિકલ સ્ટોર્સ તથા ક્લિનિકમાંથી રોકડા 65 હજાર તથા અન્ય દુકાનો મળી 80 હજારની મતા ચોરાઇ
તસ્કરો હરકતમાં | કરંજ જીઆઈડીસી વિસ્તારની દુકાનોમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકતાં ફફડાટ