• Gujarati News
  • માંડવીના દિવ્ય જ્યોતિ ટ્રસ્ટને ઝોવા 2014 એવોર્ડ એનાયત

માંડવીના દિવ્ય જ્યોતિ ટ્રસ્ટને ઝોવા 2014 એવોર્ડ એનાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીખાતે ઘણાં સમયથી કાર્યરત દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ દ્વારા આંખને લગતી સુવિધાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીની કામગીરી ઉપરાંત ભાવિ આયોજનને ધ્યાનમાં લઈ ઝોવા સંસ્થાએ એવોર્ડ એનાયાત કરી ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી.

દિલ્હી જ્યોતિ ટ્રસ્ટ દ્વારા જાન્યુઆરી 15થી ઉંમરપાડા અંગે માંગરોળ તાલુકાના અંધજન પુનર્વસન કાર્યક્રમ હાથ ધરવાનું આયોજન કરેલ છે. જેમાં અંધજનના પુનર્વસનની કામગીરી ઉપરાંત ઘરેઘરે ફરીને 40 વર્ષથી ઉપરની ઉંમરના દરેક વ્યક્તિની ડાયાબિટીસ, બ્લડ પ્રેસર અને આંખના દબાણની તપાસ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કારણે ડાયાબીટીક રેટીનોયથી કે ગ્લુકોમાં જોવા કાયમી અંધાપો લાવનાર રોગની આગોતરી જાણ થવાની યોગ્ય સારવાર દ્વારા અંધાપો આવતો અટકાવી શકાય છે. પ્રોજેક્ટ દરમિયન 30થી 40 હજાર લોકોની તપાસ સાથે આરોગ્ય શિક્ષણનું પણ કામ કરવામાં આ‌વશે. આવા પ્રકારની નવીનતમ કામગીરી ભારત દેશમાં ક્યાંય પણ કરવામાં નથી આવ્યું. નોર્વર્ટસ ફાર્મોસ્યુટીકલ્સ સમાજ સેવી અંગ ગણાતી ઝોવા નામની સંસ્થાએ આવા નવીનતમ કામ કરનાર દુનિયાની 80 હજાર અરજાદર સંસ્થા પૈકી પાંચ સંસ્થાઓ પસંદગી પામી હતી. જેમાં માંડવી ખાતેની દિવ્ય જ્યોતિ ટ્રસ્ટની પણ પસંદગી થઈ હતી. જેથી ટ્રસ્ટના વરિષ્ઠ તબીબ ડો. ઉદયભાઈ ગજીવાલાએ ઈસ્તુમુલ -તૂર્કિસ્તાન ખાતેના સારંભમાં ઉપસ્થિત રહી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ વતી એવોર્ડ સ્વીકાર્યો હતો. એવાર્ડ ઉપરાંત વીસ હજાર પાઉન્ડ રોકડ રકમ પણ આપવામાં આવી હતી. દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના મંત્રી નલીનભાઈ શાહે ટ્રસ્ટના તમામ કર્મચારીઓની કામગીરીના સહયારા પ્રયાસથી મળે સિદ્ધ બદલ સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.