• Gujarati News
  • National
  • બારડોલી ઝોનમાં SSCમાં 16 હજાર અને HSCમાં 7 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે

બારડોલી ઝોનમાં SSCમાં 16 હજાર અને HSCમાં 7 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારથીગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી અને એચએસસી સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમની પરીક્ષાઓ શરૂ થશે.

બારડોલી ઝોનમાં એચએસસી સામાન્ય પ્રવાહમાં કુલ 7000, વિજ્ઞાન પ્રવાહમાં 3298 અને એસએસસીમાં કુલ 16 ,174 જેટલા વિદ્યાર્થીઓ મળી કુલ 26 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સમગ્ર ઝોનમાં સેન્ટરો સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. બારડોલીની તેન હાઇસ્કૂલ ખાતે આવેલ ઝોન ઓફિસ પરથી મળતી માહિતી મુજબ બારડોલી ઝોનમાં એચએસસી સામન્ય પ્રવાહ અને એસએસસીની ગુરુવારથી શરૂ થનારી પરીક્ષાઓની તૈયારીઓ અંતિમ ચરણમાં છે, બારડોલી ઝોનમાં સુરત જિલ્લાના પલસાણા, મહુવા, બારડોલી, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાનો સમાવેશ થાય છે, તમામ તાલુકાનાં કેન્દ્રો પર એચએસસી સામાન્ય પ્રવાહ અને એસએસસીનું સંચાલન બારડોલી ખાતેથી કરવામાં આવે છે. જ્યારે એચએસસી વિજ્ઞાન પ્રવાહનું સુરત ગ્રામ્ય ઝોનનું સંચાલન સુરત ખાતેથી કરવામાં આવે છે. જેમાં માંડવી અને બારડોલી કેન્દ્ર્નો સમાવેશ થાય છે. એચએસસી સામાન્ય પ્રવાહ માટે બારડોલી ઝોનમાં કુલ 8 કેન્દ્રો પર 11 બિલ્ડિંગો અને 94 બ્લોકમાં કુલ 7000 વિદ્યાર્થીઓ જ્યારે 19 કેન્દ્રો પર 43 બિલ્ડીંગ અને 577 બ્લોકમાં એસએસસીના કુલ 16 હજાર 174 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ દિવસે 2839 વિદ્યાર્થીઓ નામાના મૂળતત્વો વિષયની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 10માં પહેલા દિવસે 13936 વિદ્યાર્થીઓ પ્રથમ ભાષા ગુજરાતી અથવા અન્ય ભાષાનું પેપર આપશે. સમગ્ર બારડોલી ઝોનમાં સવારના સેશન્સમાં યોજાનાર ધોરણ 10ની પરીક્ષામાં 600 થી વધુ કર્મચારીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 400 કર્મચારીઓ ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...