• Gujarati News
  • National
  • તરસાડાનો બાયપાસ રોડ અત્યંત ઉબડખાબડ, વાહન ક્યાં ચલાવવું

તરસાડાનો બાયપાસ રોડ અત્યંત ઉબડખાબડ, વાહન ક્યાં ચલાવવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડાબાયપાસ માર્ગ હાલમાં અત્યંત ઉબડખાબડ બની જતાં વાહનચલાલકોને માટે જાણે માર્ગ શોધવું કઠીન બન્યું છે. અને મોટા અકસ્માતની દહેશત સેવાઈ રહી છે.

વાપી શામળાજી માર્ગ પર થોડા સમય પહેલા નિર્માણ પામેલા તરસાડા બાયપાસ હાલમાં અત્યંત બિસમાર થઈ ગયો છે અને દિનપ્રતિદિન માર્ગનું ધોવાણ થતું રહેતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. ઘણી જગ્યા પર માર્ગ શોધવો પણ મુશ્કેલ બની ગયેલ છે.

ઉબડખાબડ બનેલા માર્ગ પરથી પસાર થતાં વાહનો ખાડામાં પડતાં મોટું નુકસાન થઈ રહ્યું છે. તો વળી બાઈક સવારો ચાલુ વરસાદે ખાડામાં પડવાની ઘટનાઓ પણ બની રહી છે. હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતાં માર્ગની અવદશા પછી એની મરામત માટે કોઈ પગલાં લેવાતા વાહનચાલકોમાં આશ્ચર્ય સાથે આક્રોશ ફેલાયો છે.

તરસાડા બાયપાસ માર્ગ પર ખાડાની ભરમારથી વાહનચાલકો હેરાન.

વાપી શામળાજી માર્ગની અવદશાથી લોકો માટે જોખમી

અન્ય સમાચારો પણ છે...