• Gujarati News
  • National
  • પિપરિયા ગામેથી દુર્લભ એગ ઈટર સાપ મળી આવ્યો

પિપરિયા ગામેથી દુર્લભ એગ ઈટર સાપ મળી આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના પિપરિયા ગામે એક અલગ પ્રકારનો સાપ નજરે પડતાં ગામના એક યુવાને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યને જાણ કરતા ટ્રસ્ટના સભ્યો ઘટના સ્થળે પહોંચી સાપને સુરક્ષીત રીતે પકડી પાડ્યો હતો. પકડાયેલો સાપ અલગ પ્રકારનો નજરે પડતાં અંગે તેમણે ટ્રસ્ટના પ્રમુખને જાણ કરી તસવીર મોકલી હતી. પકડાયેલો સાપ ઈન્ડિયન એગ ઈટર હોય અને જે ગુજરાતમાં અતિ દુર્લભ પ્રજાતિનો હોવાનું જાણવા મળ્યું છે. સાપની તપાસ કરીને પિપરિયા ગામ નજીકના વિસ્તારમાં છોડી દેવામાં આવશે. માંડવી તાલુકાના પિપરિયા ખાતે આવેલ સીંગોતર માતા મંદિર ખાતે એક અલગ પ્રકારનો સાપ નજરે પડતાં ગામના વિશાલભાઈ જયંતીભાઈ ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને સાપ અંગે જાણ કરી હતી.

ટ્રસ્ટના સભ્યો પ્રતીકભાઈ અને દીપકભાઈ ઘટનાસ્થળે આવી સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. પકડાયેલો સાપ અલગ પ્રકારનો દેખાતો હોય જેથી તેમણે સાપની ઓળખ માટે ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને તસવીર મોકલી હતી.

ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમે પકડી પાડ્યો

અન્ય સમાચારો પણ છે...