જિલ્લા પ્રભારી સચિવની સમીક્ષા બેઠક યોજાઈ
બારડોલી | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ અને સુરત જિલ્લા પ્રભારી સચિવ કમલ દયાનીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી સચિવે આરોગ્ય, પાણી પુરવઠા, આઈ.સી.ડી.એસ., આધારકાર્ડ, કૃષિ જેવા વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી સમયમાં ઉનાળાની સ્થિતિમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મેળવી હતી. તેમજ ઉમરપાડા, માંડવી અને માંગરોળ તાલુકામાં હાલમાં પ્રગતિ હેઠળની પાણી પુરવઠાની યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મગફળીની ખરીદી, આધારની કામગીરી, શહેર-જિલ્લામાં કુપોષણની સ્થિતિ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મહેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.રાજેશ, જિલ્લા પોલીસ વડા મહેશ નાયક, અધિક નિવાસ કલેકટર સંજય વસાવા તેમજ અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.