તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી સુગરના વહીવટદારોની મિલકત જપ્ત લેવાની માંગ કરાઇ

માંડવી સુગરના વહીવટદારોની મિલકત જપ્ત લેવાની માંગ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીસુગર ફેક્ટરી દ્વારા ગત વર્ષ તથા વર્ષેના નીકળતાં નાણાં ચૂકવતાંસભાસદોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે. આજરોજ સભાસદ, ટ્રક વાહતુક, કર્મચારી ગણ તથા મજૂર વર્ગના નીકળતાં નાણાં માટે પ્રાંત અધિકારી સાથે બેઠક મળી હતી. પ્રાંત અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં નાણાં ચૂકવાયા નથી અને સંસ્થાના જવાબદાર એવા પ્રમુખ તથા એમડી પોતાના જવાબદારીમાંતી છકીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની કામગીરી કરી રહ્યાં છે.

ગત વર્ષનું સભાસદનું પેમેન્ટ અંદાજિત સાડા બાર કરોડ રૂપિયા બાકી છે. તેજ રીતે કર્મચારીઓના પગાર, ટ્રક વાહતુક, શેરી કાપતા મજૂરોના નાણાં પણ બાકી છે. કુલ 78 કરોડ જેટલી રકમ ચૂકવાવની થાય છે. તે સામે બે વર્ષની મોલાસીસની આવક, બગાસની આવક પ્રેસમદ અને કંપોઝ ખાતરની આવક તથા શેરહોલ્ડની રકમ તેમજ બેંક લોન 55 કરોડ જે એમડીના સ્વમુખે કરેલ છે. આટલી મોટી માતબાર રકમની આવક પછી પણ પેમેન્ટ બાકી રહ્યું છે. આવા સંજોગોમાં સરકાર સુગરના હસ્તક્ષેપ કરી ખેડૂતોના દેવામાં રાહતરૂપ શેરડીના નાણાં ચૂકવવામાં મદદરૂપ થાય તથા રાજ્યના રજિસ્ટાર દ્વારા ઓડિટની તપાસની માંગ કરી હતી.

માંડવી સુગરના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

યોગ્ય ઉકેલ આવે તો સુગર ફેક્ટરી ખાતે આમણાંત ઉપવાસની ચીમકી

અન્ય સમાચારો પણ છે...