તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘લાભાર્થીઓ સહાય સાધનોનો ઉપયોગ કરી સ્વમાનભેર જીવે’

‘લાભાર્થીઓ સહાય સાધનોનો ઉપયોગ કરી સ્વમાનભેર જીવે’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વચેટીયાઓનેનાબૂદ કરીને ગરીબોને તેમના હક્કો હાથોહાથ આપવાના મહા અભિયાનનો રાજવ્યાપી પ્રારંભના ભાગરૂપે વન અને આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાના વરદ્દ હસ્તે માંડવી પ્રાંત ક્ક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૨૯૬૧ જરૂરતમંદોને ૨૮૬.૦૧ લાખની સાધન સહાય એનાયત થઈ હતી.

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે યોજાયેલા મેળામાં રાજય સરકારની ૧૦ વિભાગોની વિવિધ યોજનાઓ પૈકી આવાસ, રોજગાર, માનવ ગરીમા, સામાજિક સુરક્ષા, માતૃબાળ કલ્યાણ, સમાજ કલ્યાણ સહીત અન્ય યોજનાઓમાંની સાધન સહાય એનાયત થઈ હતી. માંગરોળના ૭૩૧ લાભાર્થીઓને ૯૯.૭૯ લાખ, માંડવીના ૧૦૯૩ લાભાર્થીઓને ૧૧૧.૮૫ લાખ, ઉમરપાડાના ૧૧૨૬ જરૂરીયાતમંદોને ૭૩.૮૨ લાખ, માંડવી નગરપાલિકાના ૧૧ લાભાર્થીઓને ૦.૫૫ લાખની સહાય એનાયત થઈ હતી.

પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યભરમાં આઠ તબક્કાઓમાં ૧૩૪૮ ગરીબ કલ્યાણ મેળાઓમાં એક કરોડથી વધુ જરૂરતમંદોને રૂા.૧૬૩૯૧.૮૨ કરોડની સાધન સહાય એનાયત કરવામાં આવી છે. ગરીબો પ્રત્યે કામ કરવાની રાજય સરકારની કટિબધ્ધતા વ્યકત કરતા મંત્રીએ કહ્યું કે, લાભાર્થીઓ તેમને મળેલા સાધન સહાયનો યોગ્ય ઉપયોગ કરીને સ્વમાનભેર જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

2961 જરૂરતમંદો 286.01 લાખની સાધન સહાય

અન્ય સમાચારો પણ છે...