તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સરદાર સ્મારક હોસ્પિટલના પહેલા માળે આગ લાગતા દોડધામ મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરદાર સ્મારક હોસ્પિટલના પહેલા માળે આગ લાગતા દોડધામ મચી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનગરની સરદાર સ્મારક હોસ્પીટલમાં મધ્યરાત્રિના સમયે પહેલામાળે સ્પેશ્યલ રૂમમાં દર્દી એસી ચાલુ કરવા જતાં શોર્ટસર્કિટ થઈ હતી. અને આગ લાગતાં દોડા દોડીનો માહોલ સર્જાયો હતો. રૂમમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતાં બારડોલીના ફાયર વિભાગમાં જાણ કરતાં તાત્કાલિક સ્થળ પર આવી આગને કાબૂમાં લીધી હતી. પરિણામે હોસ્પીટલમાં હાશકારો અનુભવ્યો હતો.

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલી સરદરબાગ વિસ્તારમાં આવેલ સરદાર સ્મારક હોસ્પીટલમાં પહેલામાળે રૂમનં-1 માં માંડવીના ખંજરોલી ગામના ભગવાનભાઈ દેવાભાઇ ધનગર સારવાર લેતા હતા. મધ્યરાત્રીના 1.55 વાગ્યાના સમયે રૂમનું એ.સી. ચાલુ કરવા સ્વિચ પાડતાજ શોર્ટસર્કિટ થઈ હતી. અને આગ લાગતાજ રૂમમાં ધુમાડાના ગોટા ઉઠ્યા હતા. તાત્કાલિક દર્દીને બહાર કાઢી વોચમેન તેમજ કર્મચારીમંડળ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધુમાડો વધુ ઉઠતાં બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મિનિ ફાયર ટેન્કર લઈ ફાયરમેન હર્શિલ પટેલ તેમજ સ્ટાફ સ્થળ પર પહોંચી હોસ્પિટલના રૂમમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. આગમાં એ.સી બળીને ખાખ થઈ ગયું હતું.

એસીમાં શોર્ટસર્કિટથી થતા આગ લાગી હતી

બારડોલી નગરમાં આવેલી સરદાર સ્મારક હોસ્પિટલના પહેલામાળે રૂમમાં શોટસર્કીટ થતાં એસી બળીને ખાખ થયુ હતું. તસવીર- ભાસ્કર

ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી આગપર કાબૂ મેળવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો