તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી તેજસ આંખની હોસ્પીટલમાં અણુમથક ગ્લુકોમા ક્લિનિક શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી તેજસ આંખની હોસ્પીટલમાં અણુમથક ગ્લુકોમા ક્લિનિક શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીનગરમાં છેલ્લા પાંચ વર્ષથી આંખના રોગના નિદાન તથા તેની સારવાર માટે સેવાની સુગંધ ફેલાવતી તેજસ આંખની હોસ્પિટલ ઝામર જેવા રોગના નિદાનબાદ સારવાર માટેના અતિઆધુનિક સાધનથી સજ્જ બની છે. જેને લોકસેવા માટે કાર્યરત કરવામાં આવ્યું હતું.

કાકરાપાર અણુમથકના સહયોગથી તેજસ આંખની હોસ્પીટલમાં અણુમથક ગ્લુકોમાં ક્લિનિકના શુભારંભ કાર્યક્રમમાં ડૉ. ઉદયભાઇએ સૌને આવકાર્યા હતા. ત્યારબાદ બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ઝામરને લગતા અતિઆધુનિક સાધનોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રસંગે ઉપસ્થિત અણુમથકના સાઇટ ડાયરેક્ટર એલ.કે.જૈને અણુમથક દ્વારા સામાજિક શૈક્ષણિક સહિતના વિવિધક્ષેત્રે અપાતાં સહયોગની વાતો સાથે આંખની હોસ્પિટલની પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

માંડવી નગરપાલિકાના પ્રમુખ ડૉ.આશીષભાઇ ઉપાધ્યાયે પણ તેજસ આંખની હોસ્પિટલ માંડવીની ઓળખ બની ગઈ હોવાની સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે ટ્રસ્ટનાં પ્રમુખ ભરતભાઇ શાહે ટ્રસ્ટની પ્રવૃત્તિની માહિતી આપી કાકરાપાર અણુમથક દ્વારા થતી કોર્પોરેટ સોશ્યલ રિસ્યોંસી બીલીટી હેઠળની સહાયને બિરદાવી હતી. જ્યારે સાંસદ પ્રભુભાઈ વસાવાએ પણ અંતરયાળ વિસ્તારમાં સેવાની વિશાળતાને બિરદાવી હતી. અંતમાં ઝાંમરના દર્દીઓને સાધનો દ્વારા ઝામરની આગોતરા તપાસ કરી ઝામરથી આવતા અંધાપો અટકાવવામાં મદદરૂપ થશેની વાત સાથે ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે ટ્રસ્ટી વિજયભાઈએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

માંડવીની તેજશ હોસ્પિટલનો કાકરાપાર અણુમથક ખાતે ગ્લુકોમાં કલીનીકનો શુભારંભ કરતાં ટ્રસ્ટ પ્રમુખ તથા સભ્યો. તસવીર- ભાસ્કર

અણુમથકની 73 લાખની સહાયથી સેવા આશીર્વાદરૂપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો