તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘંટોલી ગામેથી LCBએ દારૂ ઝડપી પાડ્યો

ઘંટોલી ગામેથી LCBએ દારૂ ઝડપી પાડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના ઘંટોલી ગામેથી સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમી આધારે પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી. જ્યારે 4.42 લાખનો દારૂનો જથ્થો પોલીસે કબજે લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ માંડવી તાલુકાના ઘંટોલી ગામે ફેદરિયા ચોકડી પર સુરત જિલ્લા એલસીબી પોલીસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. ત્યારે એક પિકઅપ નં (GJ-06AX-6858) પસાર થતાં અટકાવી હતી અને અંદર તપાસ કરતાં વગર પાસ પરમીટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે પિકઅપમાંથી અજય કાલકા પ્રસાદ કહાર (રહે. બાવચાવાડનાકે, પાણી ગેટ, વડોદરા) તથા રફીક યાકુબ ભાઈ રાઠોડ (રહે. વડોદરા)ની ધરપકડ કરવામાં આવી હતી. પિકઅપમાં 420 નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત 2,52,000 જેટલી થાય છે. જ્યારે અંગત ઝડતી 600 રૂપિયા અને પિકઅપના 5 લાખ મળી કુલે 7,58,100નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે મહારાષ્ટ્રના નવાપુરનો પિન્ટુએ દારૂ મોકલાવ્યો અને વડોદરાના શૈલેશ ઉર્ફે લાલુ પટેલ વિદેશી દારૂ મંગાવ્યો હતો. જેથી બંનેએ વોન્ટેડ જાહેર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...