તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીના આશાસ્પદ યુવકનું એટેકથી મોત

માંડવીના આશાસ્પદ યુવકનું એટેકથી મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનગરમાં વસતા શિક્ષક દંપતિના પુત્રને આજરોજ સવારે સામાન્ય દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતાં. પરંતુ હ્ય્દ રોગના હુમલામાં મોત નીપજ્યું હતું. શિક્ષક દંપતિના પુત્રના મોતના સમાચારથી શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

માંડવી નગરના પી. એન. પાર્ક સોસાયટીમાં રહેતા ઈન્દુબહેન ચૌધરી તથા અરવિંદભાઈ ચૌધરીનો પુત્ર શ્રેયશકુમાર (28) જેઓ ત્રણેક વર્ષ પહેલા લગ્ન થયા હતાં. અને હાલમાં માંડવી સરકારી દવાખાનામાં ફરજ બજાવતા હતાં. શ્રેયશકુમારને આજે સવારે પીઢના ભાગે સામાન્ય દુખાવો ઉપડતાં માતા પિતાને જાણ કરતાં તાત્કલિક નજીકના દવાખાનામાં તપાસ અર્થે રવાના થયા હતાં પરંતુ હ્ય્દયરોગના જીવલેણ હુમલાથી શ્રેયસભાઈનું મોત નીપજ્યું હતું.

મીતભાષી અને મિલનસાર સ્વભાવના શ્રેયસના મોતના સમાચાર મળતાં યુવકોનું ટોળટોળા હોસ્પિટલમાં ઘસી ગયા હતાં. જ્યારે શિક્ષણ ક્ષેત્રે સેવાભાવી સ્વભાનવા શિક્ષક દંપતિનો પુત્રના મોતના સમાચારથી તાલુકામાં વાયુવગે વાત પ્રસરી હતી. તાલુકા સઘના તથા ટીચર્સ સોસાયટીના હોદ્દેદારો તથા તાલુકાના શિક્ષકો મોટી સંખ્યામાં સ્મશાન યાત્રામાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...