તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાધો

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલવુકાના રોસવાડા ગામે રહેતી યુવતી ગામના યુવાનના પ્રેમમાં પડી હતી. અને બંને યુવક યુવતીઓ ભાગી ગયા બાદ પણ પરત ફરી ઘરે રહેતી હતી. પરંતુ થોડા દિવસ બાદ યુવક ઘરથી ક્યાંક ચાલી ગયો હતો અને યુવતી એકલી સાસરામાં રહેતી હતી. જેને સાસરીયાઓ અવાર નવાર મહેણા ટોણા મારતાં કંટાળીને આખરે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતીના બનેવીએ યુવતીના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

માંડવી તાલુકાના રોસવાડ ગામે રહેતી યુવતી ગૌરીબહેન વસાવાને ગામમાં રહેતા મનોજભાઈ ઉર્ફે મનીષભાઈ વસાવા સાથે આઠેક મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને યુવક યુવતી ભાગી ગયેલ અને પાંચેક મહિના પછી પાછા ઘરે આવ્યા હતાં. યુવતી ગૌરીબહેન સાસરીયામાં રહેતી હતી. પંરતુ થોડા સમયમાં મનીષ ઘર છોડીને ક્યાંક ચાલી ગયો હતો. સમય દરમિયાન મનોજભાઈના મમ્મી પપ્પા તથા મોટાભાઈ ગૌરીબહેનને સતત મહેમઆ ટોણા મારી ઘરેથી કાઢી મુકતા ગૌરી પોતાના પિતાના ઘરે રહેતી હતી. પંરતુ આવા મહેણા ટોણાથી કંટાળી ગૌરીએ ફાંસો ખાઈ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...