તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં દૂધ મોગરાથી દેવ મોગરા સુધીની વ્યસન મુક્તિ પદયાત્રાનો પ્રારંભ

માંડવીમાં દૂધ મોગરાથી દેવ મોગરા સુધીની વ્યસન મુક્તિ પદયાત્રાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવનવાસી કલ્યાણ પરિષદ પ્રેરિત દૂધમોગરા મંદિરથી દેવમોગરા મંદિર સુધીની વ્યસન મુક્તિ પદયાત્રાનો પ્રારંભ કરતા વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન ઉપાડનારા અનેક લોકો પદયાત્રામાં જોડાયા હતાં.

માંડવી ઝંખવાવ રાજ્યધોરી માર્ગ ઉપર આવેલ પ્રસિદ્ધ દૂધમોગરા મતાજીના મંદિરે વ્યસન મૂક્તિપદયાત્રા માટે એકત્ર થયેલા વનવાસી કલ્યાણ પરિષદના કાર્યકરોએ માતાજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ મંદિર ખાતે ઉપસ્થિત કૈવલ જ્ઞાન સંપ્રદાયના સંત ચરણદાસજી મહારાજ, દૂધ મોગરા મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ચૌધરી , ઉપપ્રમુખ કંચનભાઈ મોદી, ટ્રસ્ટી અનાજીભાઈ ચૌધરી, સહિતના અગ્રણીઓ વ્યસન મુક્તિ પદાયત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વ્યસન મુક્તિ પદયાત્રાના પ્રારંભમાં 350થી વધુ લોકો જોડાયા હતાં. જેમાં ખાસ મહિલાઓની વિષેશ હાજરી હતી. વ્યસન મૂક્તિના બનેરો સૂત્રોચ્ચારોથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતાં. સાથે ગામેગામ વનવાસી કલ્યાણ પરિષદના કાર્યકરો મહિલાઓએ વ્યસન મુક્તિ અંગે જાગૃતિ કેળવવા પ્રયાસ કર્યો હતો. વ્યસન મુક્તિ પદયાત્રા ઝંખવાવ થઈ વાડી ગામે આવી પહોંચતા ગ્રામજનો પદયાત્રીઓનું સ્વગત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...