તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી હાઈસ્કૂલના માધ્યમિક ઉચ્ચતર મા. વિભાગની કૃતિઓ એસવીએસ કક્ષાએ પ્રથમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી હાઈસ્કૂલના માધ્યમિક- ઉચ્ચતર મા. વિભાગની કૃતિઓ એસવીએસ કક્ષાએ પ્રથમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકાના ઉછરેલ રામકૂડ ખાતેની સરસ્વતી વિદ્યાલયમાં યોજાયેલ એસવીએસ કક્ષાના વિજ્ઞાન ગણિત તથા પર્યાવરણ પ્રદર્શનમાં રજૂ થયેલી કુલ 33 કૃતિઓમાં માંડવી હાઈસ્કૂલ ઝળકી હતી. અને બંને વિભાગમાં માંડવી હાઈસ્કૂલની કૃતિઓ પ્રથમ વિજેતા બની હતી.

માંડવી ઉંમરપાડા એસવીએસ કક્ષાના પ્રદર્શનમાં ધી માંડવી હાઈસ્કૂલ માંડવીના માધ્યમિક વિભાગના શિક્ષક બિપીનભાઈ ભટ્ટી તથા વસંતભાઈ કોળીના માર્ગદર્શન હેઠળ લખારા નિમેષ અને પરમાર ઋત્વીકે વિભાગ 3માં વાયરલેશ ચાર્જિંગ સ્ટેશનનું વિર્કિંગ મોડેલ રજૂ કર્યુ હતું. બાળવૈજ્ઞાનિકોએ કૃતિની અગત્યતા સમજાવતાં જણાવ્યુંહતું કે બેટરીથી ચાલતાં વાહનોને વાયરવિના ચાર્જ કરી શકાય છે.

જે રીતે સીએનજી કે પેટ્રોલ ડિઝલ પંપ હોય છે તેમ વાયરેલ ચાર્જિંગ સ્ટેશન છે. એની સરળતા છે કે હોટેલ કે પાર્કિંગની વ્યવસ્થાના સ્થળે પણ સુવિધા ઉપલબ્ધ કરાય છે. જેના માટે વિશે, સ્થળો કે લાંબા રોકાણની પણ જરૂર પડતી નથી. તથા સુવિધાથી સમયનો બચાવ સાથે પ્રદૂષણ થતું નથી. હાલમાં જ્યારે પેટ્રોલીયમ પેદાશોની ચિંતા સતાવી રહી છે ત્યારે ચાર્જિંગ સ્ટેશનો આશીર્વાદરૂપ બની શકે છે.

ઉપરાંત ઉ. મા. વિભાગના વિજ્ઞાન પ્રવાહના શિક્ષક શૈલેશભાઈ પટેલ સહિતના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકો ચૌધરી હરદીપ તથા પંચાલ ફેનિલે પણ ગણનયંત્રનું મોડેલ રજૂ કર્યુ હતું. જેનાથી લાંબી ગણતરીમાંથી મૂક્તિ મળે છે. ઝડપથી ગણતરી કરી શકાય છે. ને કોમ્પ્યૂટર જેવા સાધનોના મોટા ખર્ચમાંથી મૂક્તિ મળે છે.

આમ માંડવી હાઈસ્કૂલના માધ્યમિક તથા ઉ.મા. ની બંને કૃતિઓ પ્રથમ વિજેતા થતાં શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ તથા સંસ્થાના પ્રમુખ ડો. વાસુદેવભાઈ તથા મંત્રી નલીનભાઈ શાહ સહિતના શાળા પરિવારે શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં.

વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન અંગે પ્રોજેક્ટ બનાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો