તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી સાર્વજનિક ગણેશ મંડળ આયોજીત ગણેશ યાગમાં 14 યુગલ બેઠા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી સાર્વજનિક ગણેશ મંડળ આયોજીત ગણેશ- યાગમાં 14 યુગલ બેઠા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીનગરમાં આવેલા વશી ફળિયા તથા નાગર ફળિયાના સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા અતિ મહત્વના ગણાતા ગણેશયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 જેટલા જોડાઓએ પૂજાનો લાભ લીધો હતો. જ્યારે નગર-તાલુકાનાં અનેક ભક્તજનોએ લાભ લીધો હતો.

માંડવી સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા રવિવારે ગણેશયાગના કરાયેલા આયોજનમાં વહેલી સવારથીજ વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભારંભ કરાયો હતો. ત્યારબાદ આખા દિવસ દરમ્યાન ચાલેલા ગણેશયાગના અગ્નિમાં અનેક પદાર્થોની આહુતિ આપવામાં આવી હતી. ઉપસ્થિત ભૂદેવોએ જણાવ્યુ હતું કે ગણેશજી ઉપરાંત એમના પરિવારને પ્રસન્ન કરવા માટે ખૂબ મહત્વધરાવતો યજ્ઞ માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ખુબજ અગત્યનો યજ્ઞ છે. યજ્ઞ સ્થળની આજુબાજુના વાતાવરણની શુધ્ધિકરણ થઈ જાય છે. પર્યાવરણને હાલમાં થયેલા નુકશાન સામે સુરક્ષિત વાતાવરણ માટે પણ ખુબજ આશીર્વાદરૂપ બનતું ધાર્મિક ક્રિયાકાંડ છે. નગરમાં આખો દિવસ ધાર્મિક વૈદિક વાતાવરણનો સૌએ લાભ લીધો હતો. સાંજે સૌ ભક્તજનોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો.

નગર-તાલુકાનાં અનેક ભક્તો જોડાયા

ગણેશયાગમાં 1008 લાડુની આહુતિ અપાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો