તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિન્દુધર્મ માત્ર ધર્મ નથી, જીવન પદ્ધતિ પણ છે: વસંતભાઇ ગામિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુધર્મ માત્ર ધર્મ નથી, જીવન પદ્ધતિ પણ છે: વસંતભાઇ ગામિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીપૂનમવાડી ખાતે મળેલી રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના કાર્યકર્તાઓની બેઠકમાં વિવિધ સંગઠનો તથા સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિર રહ્યા હતા. જેમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતાં તત્વો સામે આક્રોશ વ્યક્ત કરી આવા તત્વોને ખુલ્લા પાડી જાકારો આપવા અનુરોધ કર્યો હતો.

પ્રાંત ધર્મજાગરણના સંયોજક રાહુલભાઈ શીંપીએ જણાવ્યુ હતું કે જ્યાં ધર્માંતરણ થશે ત્યાં અલગતતાવાદ ઊભો કરી ભારતદેશના ટુકડા કરવાના કાવતરા ચાલી રહ્યા છે. મૂળનિવાસી એક ખોટી માન્યતા છે. મૂળનિવાસી શબ્દના ડૉ.બાબા સાહેબ પણ વિરોધી હતા. યુનોમાં તત્કાલિન વડાપ્રધાને પણ જણાવ્યુ હતું કે વિશ્વની મૂળનિવાસીઑ વિસ્થાપિત સમસ્યા છે. ભારતની આવી કોઈ સમસ્યા નથી શિવ દરબારના ઉદાહરણ દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાની ઓળખ કરાવી હતી. ત્યારબાદ આર.એસ.એસના વ્યારા જિલ્લાની કાર્યવાહ વસંતભાઇ ગામિતે જણાવ્યુ હતું કે હિંદુએ માત્ર ધર્મ નથી પરંતુ એક જીવન પધ્ધતિ છે. જ્યારે સહકાર્યવાહ ચંદનસિંહ ગોહિલ જણાવ્યુ હતું કે વનવાસી અને શહેરવાસીના ઉત્સવો એક સમાન છે. જે ધરતીને પોતાની માતા ગણે વૃક્ષોને દેવ માને છે. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન દેવીલાલ શર્મા તથા વિનોદભાઇ ચૌધરી,બિરજુભાઇ શાહે કર્યું હતું. જ્યારે આભારવિધિ વસંતભાઇ ચૌધરીએ કર્યું હતું.

માંડવીમાં રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘનું સંમેલન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો