તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તરસાડામાં કપિરાજ કાર પર કૂદી પડ્યા, ચાલકે કાબૂ ગુમાવતાં 3 ઘરોને નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરસાડામાં કપિરાજ કાર પર કૂદી પડ્યા, ચાલકે કાબૂ ગુમાવતાં 3 ઘરોને નુકસાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકાના તરસાડાબાર ગામે આજે બપોરના સમયે રોડ પરથી પસાર થતી મારૂતિ ઇકો કાર પર અચાનક એક તોફાની વાંદળો કાચ પર કુદતા ગભરાયેલા કાર ચાલકે ગાડી પૂરઝડપે રોંગ સાઈડ હંકારતા ત્રણ ઘરોનો આગળનો ભાગ તૂટી પડયો હતો. ઘરની બાજુમાં મૂકેલી એક વેગન આર કાર તથા મોટર બાઇકને પણ નુકશાન થયું હતું. જો કે કોઈ જાનહાની થઈ હતી.

આજ રોજ તરસાડા ગામમાંથી પસાર થતી મારૂતિ ઇકો કાર જીજે 26- એ, 8967 પર અચાનક એક તોફાની વાંદરો કુદતા ચાલક ગભરાઈ ગયો હતો. અને વધારે સ્પીડમા કાર રોંગ સાઈડ ઘસી ગઈ હતી . જેના કારણે ત્રણ ઘરો જે નારસિંહ ગણપતસિંહ મહિડા, ખુમાનસિંહ ગણપતસિંહ મહિડા, તથા હિંમતસિંહ ગણપતસિંહ મહિડાના માલિકના છે. કાર ચાલકે ત્રણે મકાનનો આગળનો ભાગ ઘડાકાભેર તોડી પાડ્યો હતો . બાજુના ઘરે મૂકેલી વેગન આર કાર તથા એક મોટર બાઇકને પણ ઘણું નુકશાન કર્યું હતું. ઘટના વેળા લોકટોળા જમા થયા હતા. પરંતુ ઘટનામાં કોઈને ઇજા પહોચી હતી, અકસ્માતે ત્રણ ઘરનો આગળનો ભાગ તૂટી પડતાં મદદ માટે ગામના આગેવાનો તથા યુવાનો આવ્યા હતા. આખરે સમાધાન બાદ કાર ચાલકને જવા દીધો હતો.

વાંદરાના ત્રાસને નાથવા જંગલ ખાતું નિષ્ક્રિય

માંડવીતાલુકાનાં તરસાડામાં છેલ્લા ઘણા સમયથી વાનરોનો ત્રાસ છે. અને ઘરો તથા વાડામાં નુકશાન કરે છે. ઘણાને શારીરિક ઇજા પણ કરતાં હોય છે. આજે જે ઇકો કાર પર અચાનક વાંદરો કૂદી આવતા જે ઘટના બની છે. જે અંગે માંડવી વન વિભાગે તરસાડા ગામના જુદા જુદા વિસ્તારમાં વાંદરા પકડવા માટેના પાંજરા ગોઠવવા જોઈએ તેવી લોકોની માંગ ઉઠી છે.

ત્રણ ઘરોનો આગળનો ભાગ તૂટી પડયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો