તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાઇક સ્લીપ થતાં ઈજા પામેલા ચાલકનું મોત

બાઇક સ્લીપ થતાં ઈજા પામેલા ચાલકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમમાંડવી રોડ પર ગદેરિયા ખાડી પાસે માંડવીના ઈસમે પોતાની બાઇકના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતાં સર્જાયેલા અકસ્માતમાં સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું.

માંડવી નગરના ખેંગાર ફળિયામાં રહેતા રમેશચંદ્ર હરિસિંહ ખેંગાર નાઓ ગત 10મી નવેમ્બરના રોજ માંડવીના ગદેરિય ખાડી પાસેથી માંડવી કીમ રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે તેમણે મોટરસાઈકલના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતાં મોટરસાઈકલ સ્લીપ થઈ ગયું હતું. જેથી તેના માથાના તેમજ શરીરના અન્યભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...