તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઉશ્કેરમાં ઘરમાંથી ટીવી ચોરનારા યુવકની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉશ્કેરમાં ઘરમાંથી ટીવી ચોરનારા યુવકની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના ઉશ્કેરમાં બંધ ઘરમાં પ્રવેશીનેં ટીવી ચોરી કરી જવાના પ્રકરણમાં માંડવી પોલીસે ગામના એક વ્યક્તિની ધરપકડ કરતાં ચકચાર મચી ગઈ હતી.

ગત 14 માર્ચના રોજ માંડવી તાલુકાના ઉશ્કેર ગામે તોગાપુર ફળિયામાં રહેતા મહેશભાઈ દેવજીભાઈ વસાવાને પેટમાં દુખાવો થતો હોવાથી તેઓ ઘર બંધ કરીને રાત્રિના 8.00 વાગ્યાના અરસામાં ખેતરાડી વિસ્તારમાં ઝાડના પાન લેવા ગયા હતાં. દરમિયાન વીજ પાવર જતો રહ્યો હોય મહેશભાઈ તેમના મિત્ર સાથે ફળિયામાં બેસી રહ્યા હતાં. ત્યારે તેમના ઘરનું પાછળનું બારણું ખોલી કોઈ અજાણ્યો તસ્કરો 25000 કિંમતનું એલજી કંપનીનું 32 ઈંચનું ટીવીની ચોરી કરી ગયા હતાં. ઘટના અંગે મહેશભાઈ વસાવાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન હેકો. મનહરભાઈને બાતમી મળી હતી કે ઉશ્કેર ગામે રહેતા વિનેશભાઈ બહાદુરભાઈ વસાવાને મહેશના ઘરેથી ટીવીની ચોરી કરી છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછતાછ કરતાં તેમની પાસેથી મહેશના ઘરમાંથી ચોરાયેલું ટીવી મળી આવ્યું હતું. જેથી પોલીસે ટીવીનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો