તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંધાત્રીની શાળામાં યોજાયોલા સેતુ કાર્યક્રમમાં 379 પ્રશ્નોનું નિરાકરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધાત્રીની શાળામાં યોજાયોલા સેતુ કાર્યક્રમમાં 379 પ્રશ્નોનું નિરાકરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીનગરપાલિકા દ્વારા પારદર્શી પ્રશાસન તથા પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાના સરકારના પ્રયાસરૂપે શરૂ કરાયેલા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અંધાત્રી પ્રા. શાળામાં યોજાયેલા કાર્યક્રમ કુલ 379 અરજીનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. માંડવી નગરપિલકાના પ્રમુખ ડો. આશીષભાઈ ઉપાધ્યાય ચીફ ઓફિસર મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી ભગારો અને મામલતદાર કે. કે. પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મહાનુભવોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટ તંત્રના અભિગમને સાર્થક કરવાના ભાગરૂપે નગરપિલકા દ્વારા સેવા સેતુ દર માસે રખાતો હોય છે. જેનો પુરેપુરો લાભ લેવા અનુરોધ કર્યો હતો. નગરપાલિકાના ઉપપ્રમુખ ધરતીબહેન શાહ, આરોગ્ય સમિતીના ચેરમેન સ્નેહલ મોઢેરા, કારોબારી અધ્યક્ષ ભાવિન મિસ્ત્રી તથા અન્ય કાર્યોકરોની ઉપસ્થિતિમાં આવેલ વિવિધ અરજીઓ પૈકી માં વાત્સલ્ય કાર્ડ 80, મેડિકલ 69, આધાર કાર્ડ 40 તથા આરટીઓની 16 અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો.

અનેક પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થતા પ્રજાજનોમાં આનંદ ફેલાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો