તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખી ડેમની સપાટી 73.50 મિટરે પહોંચતાં એલર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાની ખુબ જ મહત્વની ગણાતી લાખી ડેમ સિંચાઈ યોજનાનો લાખી ડેમ આજરોજ એલર્ટની સપાટીએ પહોંચતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. જ્યારે ડેમ ભરાવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેરો ઉઠી હતી.

માંડવી તાલુકામાં આવેલ લાખી ડેમ દરવાજા વગરનો ડેમ છે. આ લાખીડેમની પૂર્ણ સપાટી 74.10 મીટર છે. લાખગામ ખાતે ઢાંકણી ખાડી પર આવેલ આ લાખીડેમ આજરોજ 73.50 મીટરની સપાટીએ પહોંચતાં વહીવટી તંત્ર જાણે સજાગ થઈ ગયું હતું. અને માંડવીના યોજના સહ તાલુકા વિકાસ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિએ કલમકૂવા, બેડધા, ભાતખાઈ તથા સરકૂઈ ગામના તલાટીઓને જાણ કે સ્થાનિક લોકોને માહિતીથી વાકેફ કરી એલર્ટ કર્યા હતાં.

માંડવી મામલતદાર ડામોર તથા પીએસઆઈ એસ. એસ. માલ ડેમ સાઈડ પર પહોંચી માહિતગાર થઈ જરૂર સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત માંડવી તાલુકાની અને કોતરો તથા ખાડીઓ છલકાતા ઘણા કોઝવે પાણીમાં ગરક થઈ ગયા હતાં. જેની અસર રોજિંદ વ્યવહાર પર પડી હતી. અને શાળા કોલેજોમાં જતાં બાળકો પણ અટવાય પડ્યા હતાં.

માંડવી તાલુકાનો લાખીડેમમાં પાણીની સપાટી વધવાને કારણે એલર્ટ કરતાં અધિકારીઓએ મુલાકાત લીધી.

અન્ય સમાચારો પણ છે...