તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌરક્ષકને બાતમી મળી હતી કે માંડવી તરફથી એક ટાટા સુપર સિલવર ટેમ્પોમાં ગૌવંશ ભરીને તેમને કતલખાને લઈ જવામાં આવી રહ્યાં છે. જેથી સુનિલ તથા અન્ય ગૌરક્ષક તેજશ ચૌધરી, ચિરાગ પુજારી, કૈલાશ પુરોહિતનાઓ બારડોલી તાલુકાના કડોદ ગામે મઢી ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવીને બેઠા હતાં. દરમિયાન 5.00 વાગ્યાના અરસામાં (GJ-5BU-5776) નંબરનો ટેમ્પો આવતાં ગૌરક્ષકોએ ટેમ્પો અટકાવવાનો પ્રયત્ન કરતાં ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ભાગી છૂટ્યો હતો. જેથી ગૌરક્ષકોએ તેમનો પીછો કરતાં ટેમ્પો ચાલક બારડોલી તાલુકાના હરિપુરા ગામની સીમમાં હરિપુરા ત્રણ રસ્તા પાસે ટેમ્પો મુકીને ચાલક ભાગી છૂટ્યો હતો. ગૌરક્ષકોએ ટેમ્પામાં તપાસ કરતાં ટેમ્પામાં 12 જેટલા નાના મોટા વાછરડી તેમજ વાછરડા હતાં. તેમજ એક પાડો મળી કુલ 13 ગૌવંશના પશુઓ જેની કિંમત 28000 તેમજ ટેમ્પો 2 લાખ મળી કુલે 2,28,000 રૂપિયાનો મુદ્દામાલ ગૌરક્ષકોએ પકડી પાડી કડોદ ઓપીના જમાદાર હેમંત મહેતાને જાણ કરતાં આગળની તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો