તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તડકેશ્વર પાસે ટ્રિપલ અકસ્માતમાં કારચાલકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના આશાસ્પદ યુવક કોસંબા ખાતેની કંપનીમાં નાઈટ સિક્યુરીટીમાં નોકરી પુરી કરીને પોતાના ગામ અમલસાડી ખાતે પાછો ફરી રહ્યો હતો. તે દરમિયાન તડકેશ્વર ગામે પહોંચતાં માંડવી કીમ રોડ પર સામેથી આવતી ટ્રકની અડફેટમાં આવી ગયા હતાં. અને પાછળથી આવતી ટ્રક પણ કાર સાથે અથડાય હતી. જેથી કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઇ જવાતો હતો. પરંતુ માર્ગ વચ્ચે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. ...અનુસંધાન પાના નં. 2

મૃતકનો ફાઈલ ફોટો

પેટ્રોલપંપના સીસીટીવીમાં ઘટના કેદ થઇ
3 માસના બાળકે પિતાની છાયા ગુમાવી
અમલસાડીના યુવક ભૂપેન્દ્રભાઈના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા, અને જેમને 3 માસનો એક છોકરો હતો. અકસ્માતની ઘટનામાં ભૂપેન્દ્રભાઈનું કરૂણ મોત નીપજતાં ત્રણ માસના માસૂમ બાળકે પિતૃછાયા ગુમાવી હતી.

ટ્રકની જોરદાર ટક્કરથી કચ્ચઘાણ વળી ગેયેલી કાર.

અન્ય સમાચારો પણ છે...