• Gujarati News
  • ગોડધા ભૂગર્ભ લિંક કેનાલ માટે 197 કરોડ મંજૂર

ગોડધા ભૂગર્ભ લિંક કેનાલ માટે 197 કરોડ મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના ગોડધા માઈનોરની અગિયાર સહકારી સિંચાઈ મંડળીઓના ફેડરેશન દ્વારા આમલીડેમ મુકામે જળપુજન કાર્યક્રમનું આયોજન માજી ધારાસભ્ય કુવંરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. જળપૂજન કાર્યક્રમ હિન્દુ સંસ્કૃતિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું.

11 મંડળીના સભાસદોને કુવંરજીભાઈ હળપતિએ પ્રાસંગિક પ્રવચનમાં પાણીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ઓછા પાણીએ વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તેવી પદ્ધતિની વિસ્તૃત માહિતી આપી હતી. સરકાર દ્વારા કાકરાપાર ગોડધા ભૂગર્ભ લિંક કેનાલ માટે 197 કરોડની મંજૂર સહાય વિશે વિસ્તૃત સમજણ આપી હતી. આમલીડેમ આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. વર્ષે પાણીની બચત હોય પાણીનો બચાવ કરવા અનુરોધ કર્યો હતો.

અધિકારીઓની ગેરહાજરી

પ્રસંગમાંસિંચાઈ વતૃળ ઉકાઈ તથા વ્યારા સર્કલ તથા વેર 2 માંડવી ઉચ્ચ અધિકારીની હાજરી ઉણપ દેખાતી હતી. એક તરફ રાજ્ય સરકાર મંડળી બનાવવા પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે બીજી તરફ આલા અધિકારીઓ સરકારની યોજનાનો અમલ કરી શકતા નથી. તેમજ સરકારી અધિકારીને સાત વર્ષથી ફેડરશનની રચના કરવા છતાં તેને રજિસ્ટ્રેશન કરવા ઉદાસીનતા દાખવી રહેલ છે.