• Gujarati News
  • માંડવી હાઈસ્કૂલનું ગૌરવ

માંડવી હાઈસ્કૂલનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી |રાજ્યપરીક્ષા બોર્ડ 2014ના પરિણામના આધારે યોજના નં 1ના મેડિકલ ઈજનેરીના લાભાર્થે કન્યાઓમાં ધી માંડવી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની વિભાબહેન સુરેશભાઈ ચૌધરીની પસંદગી થઈ હતી. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં વિભાબહેન ચૌધરીને લેપટોપ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવી હતી. અંતરીયાળ વિસ્તારની શાળાની વિદ્યાર્થિની વિભાબહેનને મેળવેલી સિદ્ધિ બદલ આચાર્ય અશોકભાઈ પટેલ તથા પ્રમુખ ડો. વાસુદેવભાઈ જોખાકર તથા મંત્રી નવીનભાઈ શાહ સહિત શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.