• Gujarati News
  • National
  • મઢી સુગર સ્ટાફ કો ઓ. ક્રેડિટ સોસાયટીની 48મી સભા સંપન્ન

મઢી સુગર સ્ટાફ કો-ઓ. ક્રેડિટ સોસાયટીની 48મી સભા સંપન્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઢીસુગર સ્ટાફ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ.ની વાર્ષિક 48મી સાધારણ સભા મળી હતી. જેમાં મઢી સુગરના વાઈસ ચેરમેન કેતનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં એજન્ડાના તમામ કામો સર્વાનુમત્તે મંજૂર થયાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં સોસાયટીના પ્રમુખ નરપતસિંહ સોલંકીએ સૌને આવકાર્યા હતા. વર્ષ દરમિયાન મળેલા સૌના સહકારની સરાહના કરી હતી. ત્યારબાદ દેશના શહીદ જવાનો ઉપરાંત સભાસદો અને અમરનાથ યાત્રામાં ગયેલા નામી-અનામી મૃતકોની શાંતિ માટે બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મંત્રી નીલેશભાઈ શાહે એજન્ડાનાં કામો રજૂ કર્યા હતાં. જે સર્વાનુમતે મંજૂર કરાયા હતાં. અધ્યક્ષ સ્થાનેથી વાઈસ ચેરમેન કેતનભાઈ પટેલે સ્ટાફ સોસાયટીના વહીવટની પ્રશંસા કરી ઉમેર્યું હતું કે સંસ્થા હંમેશાં સૌના સહકારથી પ્રગતિ કરે છે. આગામી દિવસોમાં પણ સભાસદોને હિતકારક નિર્ણય લઈ પ્રગતિ કરો શુભેચ્છા પાઠવી હતી. ડિરેક્ટર સુરેશભાઈ રાનીયાભાઈ ચૌધરીએ પણ ક્રેડિટ સોસાયટીની કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ ક્રેડિટ સોસાયટીમાંથી વધુ માલની ખરીદી કરી નિયમિત પેમેન્ટ કરનાર 9 જેટલા સભાસદોને રોકડમાં પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. અંતમાં ક્રેડિટ સોસાયટીના પ્રમુખ નરપતસિંહ સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

મઢી સુગરની સ્ટાફ સોસાયટીની મળેલી મિટિંગ.

વધુ ખરીદી કરી નિયમિત ધિરાણ કરનાર સભાસદોનું સન્માન

અન્ય સમાચારો પણ છે...