• Gujarati News
  • National
  • ટીટોઈથી ખેરનાં લાકડાં ભરેલી પિકઅપ ઝડપાઇ

ટીટોઈથી ખેરનાં લાકડાં ભરેલી પિકઅપ ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લામાં ફરી એક વખત ખેરના લાકડાંની તસ્કરી વધી રહી છે. અવાર નવાર વન વિભાગની ટીમ ખેરના લાકડાનો જથ્થો કબ્જે કરી રહી છે. માંડવી તાલુકાના ટીટોઈ ગામેથી ગુરૂવારે ગેરકાયદે ખેરના લાકડા ભરીને વહન કરતી સુમો કાર તથા પાયલોટિંગમાં વપરાતી મોટરસાઇકલ સાથે ખેરના લાકડાનો જથ્થો વનવિભાગની ટીમે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, તસ્કરોને પકડી શક્યા ન હતા.

સુરત નાયબ વનસંરક્ષકને મળેલી ગુપ્ત બાતમીના આધારે આરએફઓ વિક્રમસિંહ સુરમા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળી હતી. માંડવીના ટીટોઈ ગામ પાસેથી પસાર થતાં હતા, આ સમયે રોડની બાજુમાં એક સુમો કાર (GJ-21M-7704) જોવા મળી હતી. જેથી વન વિભાગની ટીમે તપાસ કરતા અંદર ગેરકાયદે ખેરના લાકડા મળી આવ્યા હતા. જોકે, અધિકારીને જોતા જ ચાલક સહિત માણસો ભાગી છૂટ્યા હતાં. વન વિભાગની ટીમ આવતી હોવાનુ માલુમ થતાં પહેલાથી જ ખૈર તસ્કરો ભાગી ગયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. સુમો ગાડીમાંથી ચોરીના 45 નંગ જેટલા ખેરના લાકડા મળી આવ્યા હતાં. જ્યાંરે ગેરકાયદે ચોરીના ખેરના લાકડા ભરી વહન કરતી સુમો કારનુ પાયલોટીંગ કરતી એક મોટરસાઈકલ, (GJ-19K5685) પણ મળી આવી હતી. જેનો ચાલક પણ વનવિભાગના સ્ટાફને જોઈ ભાગી ગયો હતો. માંડવી વનવિભાગના અધિકારીએ સુમો ગાડી, મોટરસાઈકલ તથા ખેરના લાકડા મળી કુલે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. સુમો કારના રજીસ્ટ્રેન નંબર આધારે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. ઘણા સમયથી સુરત જિલ્લામાં ખાસ કરી મહુવા, બારડોલી અને માંડવીમાં ખેરના લાકડાંની તસ્કરી કરી વહન કરતા વાહનો અને બિનવારશી લાકડાનો જથ્થો અધિકારીઓએ કબ્જે કર્યા છે. ત્યારે જિલ્લામાં ખેરના લાકડા ચોરીનું મોટુ કૌભાંડ હોવાની પણ ગંધ આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...