• Gujarati News
  • National
  • પણદાની સીમમાં માર્ગ અકસ્માતમાં 2 મહિનામાં 4 લોકો મોતને ભેટ્યા

પણદાની સીમમાં માર્ગ અકસ્માતમાં 2 મહિનામાં 4 લોકો મોતને ભેટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી કડોદ રોડ પર આવેલ પણદા ગામની સીમમાં એક નહેર નજીક અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. બે મહિનામાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે ગતરોજ ફરી એક અજાણ્યા વાહનચાલકે માંડવીના રહીશને અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચાડી હતી. વારંવાર બનતા અકસ્માત અટકાવવા માટે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

બારડોલી તાલુકાના પણદા ગામની સીમમાંથી પસાર બારડોલી કડોદ રોડ પર નહેરના ગરનાળા અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. ગત દિવસોમાં પણદા ગામની મહિલાને ટ્રક ચાલકે અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અગાઉ એક ખોજ ગામનો યુવાન , એક ચલથાણના યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અને અસ્તાનના સોના પાર્ક ખાતે રહેતા એક યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. બે મહિનામાં ચાર લોકોએ અકસ્માતમાં ભોગ બન્યા છે, અને અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત મંગળવારની વહેલી સવારે માંડવીનો રહીશ પોતાની મોટરસાઈલ પર નવસારી જઈ રહ્યો હતો ત્યારે તેને એક અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા તે ગંભીર ઈજાને કારણે તે ઘટના સ્થળ પર બેફાન હાલતમાં પડ્યો હતો. આ ઈજાગ્રસ્ત યુવાનને ગામના રહીશે જોતા તેની યોગ્ય સારવાર કરાવવા માટે ખસેડ્યો હતો. અવાર નવાર અકસ્મતાના બનાવો બનતાં આજુબાજુના ગ્રામજનો પણ અહીંથી પસાર થતાં ભય અનુભવી રહ્યાં છે. આ જગ્યા પર સંબંધીત તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષાત્મક કામગીરી કરે એ જરૂરી છે.

પણદા ગામે અવાર નવાર અકસ્માત થયા છે તે ગોઝારૂ સ્થળ.

મોટા વાહનો સામે લાલ આંખ કરવી જરૂરી
પણદા ગામના રહીશોના જણાવ્યા અનુસાર અવાર નવાર અકસ્માતના બનાવને કારણે ગ્રામજનો પણ ભય અનુભવી રહ્યાં છે. રાત્રે અહીંથી પસાર થતાં મોટા ભારેખમ રેતી માટી વહન કરતાં વાહનો વધુમાં વધુ અકસ્માત સર્જે છે. બેફામ હંકારતાં ડમ્પરને કારણે પણદા ગામની મહિલાએ જીવ ખોયો છે. માટે આવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

સૂચના બોર્ડ મૂકવાની અત્યંત જરૂર છે
પણદા ગામના જાગૃત નાગરિકના હેમંતભાઈ પરમારના જણાવ્યા અનુસાર આ જગ્યા પર વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. માટે અહીં સૂચન બોર્ડ મુકવામાં આવે એ જરૂરી બન્યું છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો સચેત થઈને વાહન હંકારે જે અકસ્માતમાં મહંદ અંશે નિવારી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...