• Gujarati News
  • National
  • ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને સાતમું પગારપંચ મળતાં કલા મહાકુંભનો બહિષ્કાર

ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને સાતમું પગારપંચ મળતાં કલા મહાકુંભનો બહિષ્કાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારે અન્ય તમામ વિભાગોને સાતમા પગારપંચનો લાભ આપી દીધા પછી માત્ર ગ્રાન્ટેડ સંસ્થાના કર્મચારીઓને વંચિત રાખતા સંકલન સમિતીએ તાકીદની બેઠક બોલાવી આંદોલનનો તબક્કાવારનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. જેના ભાગરૂપે આજરોજ સુરત જિલ્લાના કલામહાકુંભના કાર્યક્રમની મળેલી બેઠકનો બહિષ્કાર કરી દીધો હતો.

કેન્દ્ર સરકારના સાતમા પગાર પંચની જાહેરાત બાદ રાજ્ય સરકારે તેનું અમલીકરણ કરી ગ્રાન્ટેડ સંસ્થા સિવાય કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપી દીધો છે. ત્યારે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સરકાર સાથે વારંવારની બેઠક યોજી યોગ્ય ઉકેલ માટે મથામણ કરી હતી પરંતુ સાતમા પગાર પંચ સહિતના વિવિધ પ્રશ્નોનું સમાધાન થતાં સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ગુજરાત ગ્રાન્ટેડ શાળાઓના એક લાખ જેટલા કર્મચારીઓના વિવિધ મંડળો પૈકી સંચાલક મંડળ આચાર્ય સંઘ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સંઘ તથા વહીવટી સંઘ એમ પાંચે મંડળો ભેગા મળી રણનીતિ તૈયાર કરી હતી.

બેઠકમાં નક્કી થયા મુજબ આજરોજ સુરત જિલ્લામાં યોજાનાર કલા મહાકુંભ તથા શાળાકીય રમત ગમતની બેઠકનું અસ્તાન ખાતે આયોજન થયું હતું. વિવિધ શાળાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા પરંતુ સંકલ સમિતિના આદેશને અનુસરી બેઠક મુલતવી રાખી કામનો બહિષ્કાર કર્યો હતો. આમ સાતમું પગાર પંચ નહીં મળતાં સુરત જિલ્લામાં સરકારી કાર્યક્રમોના બહિષ્કારના શ્રીગણેશ થઈ ગયા છે. ત્યારે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ધારાસભ્યનું સાંસદ સભ્ય તથા કલેક્ટર, તાલુકા જિલ્લા પ્રમુખને આવેદનપત્ર આપવા ઉપરાંત મહાસભા અને માસ સી એલ સહિતના જલદ કાર્યક્રમો આપવાનું નિશ્ચિત બન્યું છે.

અમારા પ્રશ્નો અકબંધ

^અમારા પ્રશ્નોના નિકારણ માટે 500 જેટલા પદાધિકારીઓની હાજરીમાં બેઠક મળી હતી. અનેક પ્રશ્નો લાંબા સમયથી અટકેલા છે. વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ આવતાં જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ તથા શાળાકીય રમતોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધુ કાર્યક્રમ આપવામાં આવશે. > પ્રવીણસિંહસોલંકી, પ્રમુખ.ગુ. રા. શૈ. સંઘ., સંકલન સમિતિ

અનેક રજૂઆતો પછી પણ ઉકેલ આવતાં પગલું

અન્ય સમાચારો પણ છે...