તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોસાડીમાં સ્વચ્છતા અભિયાન શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વચ્છભારત અંતર્ગત દેશમાં વિવિધ સ્થળોએ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત માંડવી તાલુકાના કોસાડી ગામે પણ કોળી પટેલ યુવાનોએ ગામમાં વિવિધ સ્થળોએ ફેલાયેલી ગંદકી અને નડતરૂપ ઝાડી ઝાંખળા દૂર કરી ગામમાં સ્વચ્છતા રહેતે દિશામાં કામગીરી હાથ ધરી હતી. માંડવી તાલુકાના કોસાડી ગામના કોળી પટેલ યુવાનોએ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અંતર્ગત ગામમાં વિવિધ સ્થળોએ ફેલાયેલી ગંદકીને દૂર કરવા માટે અભિયાન ચાલુ કર્યુ છે. જેમાં ગામમાં વિવિધ સ્થળોએ ઠલવાયેલો કચરો અને ગામમાં નડતર રૂપ ઝાડી ઝાંખરી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અંગે યોગ્ય કામગીર થઈ રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં હતાં. કોસાડી ગામે તાપી નદીના કિનારે આવેલ છે. ગામની બાજુમાં ખેતર આવેલ હોવાથી ગામમાં દીપડાઓનો આંતક પણ રહે છે. દીપડા ઝાંડી ઝાખરા વાળા વિસ્તારમાં છુપાયને રહેતા હોય છે. માટે ગામના મુખ્ય રસ્તાની આજુબાજુ આવેલ ગાઢ ઝાડી ઝાંખરીને દૂર કરી હતી. તેમજ રસ્તાને નડરરૂપ વૃક્ષોની ડાળીઓ પણ દૂર કરવામાં આવી હતી. ગામમાં વિવિધ જગ્યાએ પથરાયેલી ગંદકી પણ દૂર કરી હતી.

કોસાડી ગામે યુવાનોએ સફાઈ અભિયાન ચલાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો