તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | સાંસદ પ્રભુભાઈ વસાવાએ કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાની માહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | સાંસદ પ્રભુભાઈ વસાવાએ કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાની માહિતી આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીનગરમાં આવેલી આધૂનિક એપીએમસી માર્કેટ ખાતે આત્મા પ્રોજેક્ટ સુરત દ્વારા આર. કે. વી. વાય યોજના અંતર્ગત કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં આયોજિત કૃષિ મેળામાં બિયારણ દવા તથા આધૂનિક ખેતીની જાણકારી પતાં અનેક સ્ટોલ ઊભા કરી ખેડૂતોની વૈજ્ઞાનિક પદ્ધતિઓનું માર્ગદર્શન આપ્યું હતું.

માંડવી એપીએમસીના કૃષિ મેળામાં સ્ટેટ નોડેલ ઓફિસર આત્મા સમીતીથી ગાંધીનગરના ડો. પી. એમ. વઘાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી એન. જી. ગામીત, પ્રોજેક્ટ ડાયરેક્ટર એન. કે. ગાબાણી, નાયબ બગાયત નિયામક ડી. કે. પડાવીયા તેમજ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો.જનકભાઈ રાઠોડ દ્વારા આધૂનિક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આવતાં જણાવ્યું હતું કે ખેતીક્ષેત્રે અવનવા સંશોધન થઈ રહ્યાં છે. પરંતુ જાગૃતતાના અભાવે ખેડૂતો પુરેપુરો લાભ લઈ શકતો નથી. જેથી વિવિધ સંસ્થો દ્વારા આપતાં માર્ગદર્શન શિબિરનો પુરેપુરો લાભ લો અને ઓછા ખર્ચે વધુ નફો મેળવી જીવનને સમૃદ્ધ બનાવો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોને મફતમાં જરૂરી માર્ગદર્શન આપે છે. ત્યારબાદ જીએનએફસી દ્વારા લીમડાની લીંબુડીનું મહત્વ તથા લીંબુડી ખીરીદીથી ખેડૂતોનો માહિને ઊભી થયેલી આવકની જાણકારી આપી હતી. સાંસદ પ્રભુભાઈ વસાવાએ રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે અપાતી વિવિધ સહાયો તથા ખેડૂતો હિતલક્ષી યોજાની માહિતી આપી હતી.કૃષિ પ્રદર્શનમાં ખેડૂતોને ફાર્મ મશીનરી જૈવિક દવા, સેન્દ્રીય ખાતર, વર્મી કમ્પોસ્ટના સ્ટોલ ઊભા કરી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂતોને કૃષિલક્ષી માહિતી આપી હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

માંડવીમાં ખેડૂત માર્ગદર્શન શિબિરનું ઉદ્દઘાટન કરતાં સાંસદ.

માંડવીના કૃષિ મેળામાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો