• Gujarati News
  • National
  • માંડવી પ્રાથમિક શિક્ષક ક્રેડિટ મંડળીની વાર્ષિક સભા યોજાઇ

માંડવી પ્રાથમિક શિક્ષક ક્રેડિટ મંડળીની વાર્ષિક સભા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધીમાંડવી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળીની વાર્ષિક સાધારણસભા મંડળના વિશાળસભા ખંડ શિક્ષક ભવન ખાતે મળી હતી. મંડળીના પ્રમુખ જશવંતભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ કામો સર્વાનુત્તમે મંજૂર થયા હતાં.

છેલ્લા પાંચ વર્ષથી વર્ગ મેળવતાં હોદ્દેદારોની કાર્યપદ્ધતિને બિરદાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મંડળીના સહમંત્રી ગણપતસિંહ મહિડાએ સૌને આવકાર્યા હતાં. ત્યારહબાદ સ્વર્ગસ્થ શિક્ષકકોને શ્રદ્ધાંજલી અર્પી હતી. અને નિવૃત્ત શિક્ષકોના કાર્યકાળ દરમિયાની ફરજ નિષ્ઠાને બિરદાવી તમામ શિક્ષકોને સન્માનીત કરી નિવૃત્તી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મંડળીના મંત્રી અશોકભાઈ ચૌધરીએ ગત સભાનું વાંચન તથા નફાની વહેંચણી 2016-17ના ઓડિટની નોંધ, પ્રમુખ મંત્રીને અપોલા સત્તા તથા હાથ પર સિલક વગેરે એજન્ડાના રજૂ કરાયેલા તમામ કામો સર્વાનુમત્તે મંજૂર કરાયા હતાં. તાલુકા સંઘના પ્રમુખ મરૂવ્રતભાઈ ચૌધરી તથા મંત્રી અરવિંદભાઈ ચૌધરી વગેરેએ પણ ક્રેડિટ સોસાયટીના પારદર્શક વહીવટની સરાહના કરી હતી. અધ્યક્ષ સ્થાનેથી જશવંતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સૌના સહકારની મંડળી કામધેનુ બની ગઈ છે. શિક્ષકોની આર્થિક મુશ્કેલીના સમય હોદ્દેદારો તાત્કાલિક આર્થિક સહાય કરી શિક્ષકોને ચિંતામૂક્ત કરી દે છે. પ્રસંગે બારડોલીથી ઉપસ્થિત હર્ષદભાઈ શાહ, પાલિકા પ્રમુખ ડો. આશીષભાઈ ઉપાધ્યાય,ય નયલીનભાઈ શાહ, જગદીશભાઈ પારેખ, નાગરિક બેંકના ચેરમેન પારૂલબહેન સંગાઠીયા, કોલેજના પ્રમુખ રંછીભાઈ ચૌધરી, ડો. જલસણવાળા વગેરે અભિનંદન આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...