તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દઢવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં 98 ટકા અરજીઓનો નિકાલ કરાયો

દઢવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં 98 ટકા અરજીઓનો નિકાલ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના વિવિધ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારજનો જ્યારે કચેરી સુધી પહોંચીને સરકારીની યોજનાનો લાભ લઈ શકતા નથી ત્યારે સરકારી કર્મચારીઓ પ્રજાજનો સુધી પહોંચીને તેમને મળતાં લાભો ઘરબેઠા આપવા માટે પ્રયાસો રૂપ કાર્યક્રમ સેતુ દઢવાડા મુકામે યોજાયો હતો. જેમાં મોટી સફળતા મળી હતી.

માંડવી પ્રાંત અધિકારી કે. જે ભગોરા તથા માંડવી મામલતદાર કે. કે. પટેલ, નાયબ મામલતદાર રતિલાલભાઈ પટેલ તથા નાયબ મામલતદાર રાજુભાઈ ચૌધરી સહિતના સ્ટાફની હાજરીમાં દઢવાડા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના અંદાજિત દશેક જેટલા ગામોના અરજદાર હાજર રહ્યાં હતાં. આધારકાર્ડ, અમૃત કાર્ડ, સ્માર્ટ કાર્ડ રેશન કાર્ડ જેવા સરકારી પુરાવા ગણાતા કાર્ડ તથા સરકારી યોજનાના લાભ લેવા માટે કાર્ડ મેળવવા 2044 અરજીઓ આવી હતી. જેમાં એક દિવસમાં 1996 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે પારદર્શી પ્રયાસન માટે પ્રતિબદ્ધ ગણાતી સરકારે પ્રજાની લાગણી અને માંગણી તથા અપેક્ષાઓ પૂર્ણ કરવા આયોજિત કરતાં સેવા સેતુ કયાર્ક્રમનો વધુ લાભ લેવા જણાવ્યુ હતું. દર 8થી 10 ગામોના કલસ્ટરમાં દર અઠવાડિયે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં સરકારી યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તાત્કાલિક કરવામાં આવે છે. એક પણ સાચો લાભાર્થી સરકારી લાભોથી બાકાત રહે એવા આશયથી રખાતા સેવા સેતુ કાર્યક્રમનો સૌથી વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

માંડવીમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ.

બાકી રહેલી 2 ટકા અરજીઓનો પણ 2-3 દિવસમાં નિકાલ કરાશે

અન્ય સમાચારો પણ છે...