માંડવીમાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:50 AM IST
Mandvi - માંડવીમાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન
સરકારના પ્રજાલક્ષી સેવાસેતુ અભિયાન અંતર્ગત માંડવી નગરપાલિકા દ્વારા ચોથા તબક્કાનું આયોજન માંડવી કુમાર શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લાભાર્થીઓને કામકાજમાં જરૂરી પુરાવા રૂપ દાખલાઓ આપવામાં આવ્યા હતા

બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા તથા પ્રાંત આદિકરી બારિયા ,પાલિકા પ્રમુખ ડો.આશીષભાઇ તથા નટુભાઈ રબારીની ઉપસ્થિતિમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં મહાનુભાવોએ જણાવ્યુ હતુ કે પારદર્શી પ્રશાસન માટે સરકાર પ્રતિબદ્ધ છે પ્રજાની લાગણી,માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા ચોક્કસ સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરે છે ત્યારે નગરપાલિકાએ સરકારી યોજનાઓ સહિત અનેક જગ્યાએ ઉપયોગી દસ્તાવેજી પુરાવારુપ જરૂરી દાખલાઓ આપવા કટિબદ્ધ બની છે ત્યારે નાગરજનોએ તેનો મહત્તમ લાભ લેવો જોઇયે લાભાર્થીઓએ પણ કાર્યકરમણિ ખૂબ સરાહના કરી હતી.

X
Mandvi - માંડવીમાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી