• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Mandvi
  • Mandvi - સરકુઇ ચોકડી પાસેથી 1.68 લાખના સાગી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો

સરકુઇ ચોકડી પાસેથી 1.68 લાખના સાગી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો

ટેમ્પો ટેક્સનો ચાલક વનવિભાગને ઓળખી જતાં અંધારાનો લાભ લઇ ફરાર

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Mandvi - સરકુઇ ચોકડી પાસેથી 1.68 લાખના સાગી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો
સુરત નાયબ વન સંરક્ષક પુનિત નૈયરને મળેલ બાતમીના આધારે માંડવી વનવિભાગને જાણ કરવામાં આવિ હતી જેથી વનવિભાગે સ્ટાફે પીપલખેડાથી ફેદરિયા સુધી વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાત્રિના ત્રણેક વાગે સાગી લાકડા ભરેલ ટેમ્પો ટ્રેક્સ આવતા જ આબાદ ઝડપાઇ ગઈ હતી.

ઘટના અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ માંડવી વન વિભાગના સ્ટાફે રાત્રિ દરમ્યાન પીપલવાડાથી ફેદરિયા રોડ પર વોચ ગોઠવી હતી રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બાતમી મુજબ ની ટેમ્પો ટેક્ષ (જી.જે.05.એ જી. 6915)આવતા સ્ટાફે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સરકારી ગાડી તથા સ્ટાફને ઓડખી જતાં ડ્રાઇવરે ગાડી ભગવી સરકુઇ ચોકડી આગળ ટેમ્પો ટેક્ષ મૂકી ભાગી ગયો હતો ત્યારબાદ ટેમ્પો ટેક્સમાં તપાશ કરતાં હાથ ઘડતરીના ગેરકાયદેસર સાગી લાકડાના ચોરસા નંગ 31 મળી આવ્યા હતા.

જેની અંદાજિત કિમત રૂ 1,68,560 તથા ગાડી ની કિમત રૂ. 70,000 મળી કુલ 2,38,560નો મુદ્દામાલ ખેદપુર ડેપોમાં જમા લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

માંડવી વન વિભાગે પકડી પાડેલી સાગી લાકડા ભરેલ ગાડી.

X
Mandvi - સરકુઇ ચોકડી પાસેથી 1.68 લાખના સાગી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App