• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Mandvi
  • Mandvi માંડવીમાં અવાવરૂ જગ્યાએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવા આવેલા 3 ટેન્કર ઝડપાયા

માંડવીમાં અવાવરૂ જગ્યાએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવા આવેલા 3 ટેન્કર ઝડપાયા

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:50 AM IST
Mandvi - માંડવીમાં અવાવરૂ જગ્યાએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવા આવેલા 3 ટેન્કર ઝડપાયા
સુરત એસોજી તથા તડકેશ્વર આઉટ પોસ્ટના સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે માંડવી વિસ્તારમાં અવાવરુ જગ્યાએ વેસ્ટેજ કેમિકલ ભરેલ ટેંકરો અંગે તપાસ આદરી હતી તે દરમ્યાન સહયોગ હોટલ આગળથી ત્રણ ટેંકરો મળી આવ્યા હતા

એસઓજી તથા માંડવી પોલીસ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી મુજબની ત્રણ ટેંકરો કરંજ ગામની સીમમાં આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં ઊભેલી હતી જેમાં જી જે 24 એક્સ 1462, જી.જે.18.ટી.9681, જી.જે.6.વાય વાય 9729 તપાસ કરતાં ટેંકરો પીળા જેવા કલરનું કંપનીમાંથી નીકળતું નુકશાન કારક વેસ્ટેજ કેમિકલ યુક્ત પ્રવાહી કોઈ કંપનીમાંથી ભરી માંડવી વિસ્તારમાં ખાલી કરવાના ઇરાદે લઈ આવ્યા હતા. પરંતુ પોલીસને જોતાં ત્રણેય ચાલકો ટેંકરો મૂકી ભાગી છૂટયા હતા. અંદાજિત 45 લાખ લીટર કેમિકલ ભરેલ ત્રણેય ટેંકરો અંદાજિત રૂ.18,00,000નો મુદ્દા માલ કબ્જે લીધો હતો.

X
Mandvi - માંડવીમાં અવાવરૂ જગ્યાએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવા આવેલા 3 ટેન્કર ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી