તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કો.નાં કર્મચારી ધરણા કરશે

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કો.નાં કર્મચારી ધરણા કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લા ભારતીય મજદુર સંઘ દ્વારા 8મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનમાં વર્ષોથી કામ કરતાં સુરત, તાપી, નવસારી, ભરૂચ અને ડાંગ જિલ્લાના આશરે 800 જેટલા કર્મચારીઓ પોતાની માંગણીના સંદર્ભમાં બહુમાળી ભવન સુરત ખાતે ધરણાનો કાર્યક્રમ યોજી આવેદનપત્ર આપવામાં આવશે.

સુરત જિલ્લા ભારતીય મજદુર સંઘના જિલ્લ મંત્રી વિમનલભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવે છે કે ગુજરાત એનર્જી ટ્રન્સમિશન કોર્પોરેશનમાં વર્ષ 2005 પછી 66 કેવી સબ સ્ટેશનો ઓપરેશન અને મેન્ટેનન્સના કામ માટે કોન્ટ્રાકટ ઉપર આપવામાં આવેલા છે. આવા સબ સ્ટેશનોમાં પહેલા કાયમી પ્રકારના કાયમી કર્મચારીઓ રાખવામાં આવ્યા હતાં.

આવા સબ સ્ટેશનો એસબીઓ કેજેઓ ડીઝી અથવા ડિપ્લોમાં લાયકાત ધરાવતાં હોય તેઓ દ્વારા ચલાવવામાં આવે છે. કર્મચારીઓને ફક્ત લઘુત્તમ વેતન આપવામાં આવે છે. જ્યારે જુના 66 કેવી સબ સ્ટેશનોમાં ફરજ બજાવતાં કાયમી કર્મચારીઓને 30થી 75 હજાર જેટલો પગાર આપવામાં આવે છે. આમ કંપની પોતાની બેલેન્સ સીટ મજબુત કરવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ઓછું વેતન આપી શોષણ કરવામાં આવે છે. આમ સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતો ભંગ કરવામાં આવી રહેલ છે. જેના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાંઆવ્યો છે. પ્રસંગે મજદુરહસંઘના પ્રદેશ મંત્રી અરવિંદભાઈ પરમાર ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ વિભાગમંત્રી અનિલભાઈ નિષાદ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...