તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુરુપૂર્ણિમાના દિવસે વાત્સલ્ય ટ્રસ્ટે મા બાપ વગરનાં 90 બાળકોને દત્તક લીધાં

ગુરુપૂર્ણિમાના દિવસે વાત્સલ્ય ટ્રસ્ટે મા બાપ વગરનાં 90 બાળકોને દત્તક લીધાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાવાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા મા બાપ વિહાણાં બાળકોને શૈક્ષણિક અને મેડિકલ સેવા આપે છે. જે અંતર્ગત માંડવી તાલુકાના કેવડી ખાતે નજીક એક આશ્રમમાં આવા 90 બાળકો રહી અભ્યાસ કરે છે. તેઓને અનેક સમસ્યા હોય તે અંગે ટ્રસ્ટના સભ્યોને જાણ થતાં વિચાર વિમર્સ કરી તમામ 90 બાળકોને દત્તક લીધા હતાં. ગુરૂપૂર્ણિમાના દિવસે ટ્રસ્ટના ડિરેક્ટરો એકત્ર થઈને બાળકોને અનાજ, પાણી, દૂધ, શૈક્ષણિક કિટ સહિતની જીવન જરૂરિયાત વસ્તુની સહાય કરી હતી.

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા માબાપ વિહાણા બાળકોને દત્તક લઈ તેમને સહાય પુરી પડે છે. માંડવી તાલુકાના કેવડી ધારૂઠા નજીક એક આશ્રમમાં માં બાપ વિનાના 90 બાળકો રહેતા હોય જે ઓને રહેવા, જમવાની સહિત શિક્ષણ અંગે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જે અંગે ટ્રસ્ટને જાણ થતાં ટ્રસ્ટના હોદ્દેદારો ગુરૂપૂર્ણિમાના દિવસે રૂબરૂ જઈ આવા બાળકોને સહાય પુરી પાડી હતી. કેવડી નજીકની શાળાઓમાં પ્રાથમિક અને સેકન્ડરીમાં અભ્યાસ કરે તેમની સમસ્યાને હલ કરવા માટે વાત્સલ્ય ટ્રસ્ટના તમામ ડિરેક્ટરોની હાજરીમાં અનાજ પાણી દૂધ શાકભાજીની વ્યવસ્થા કરવા અને દરેક વિદ્યાર્થીને સ્કૂલ બેગ પાણીની બોટલ, રમત ગમતના સાધનો વગેરેની મદદ કરવા માટે ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ પટેલ, મંત્રી શૈલેશભાઈ બારોટ તેમજ જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ, મહેશ પટેલ અને તમામ ડિરેક્ટરો હૂફ, લાગણી અને વાત્સલ્યની ભાવના સાથે બાળકો માટે એક સમારંભનું આયોજન કર્યુ. સમારંભના અધ્યક્ષ બળવંતભાઈ પટેલ અન નીરૂબહેન પટેલ હાજર રહ્યાં હતાં. બાળકોના ચહેરા આનંદથી ભાવવિભોર થઈ ગયા હતાં. તેમના અભ્યાસની પ્રગતિમાં અને વિકાસમાં લાગી જવાની સલાહ આપી. આગામી માસ સુધી તમામ જરૂરિયાતોની વ્યવસ્થા કરી ઉત્સાહી ડિરેક્ટરોએ બાળકોને વ્હાલથી તમારા મા બાપ અમો છીએ તેમ જણાવ્યું હતું. ટ્રસ્ટના ડિરેક્ટર ભાસ્કરભાઈ શાહ જણાવે છે કે આવા માં બાપ વિહોણા બાળકોને મદદ કરી અભ્યાસમાં તેઓ પ્રગતિના પંથે લઈ જશે તેમ જણાવેલ છે.

વાત્સલ્ય ટ્રસ્ટના સભ્યો કેવડી ખાતે સહાય અર્પણ કરી.

અનાજ, પાણી, દૂધ, શૈક્ષણિક કિટ સહિતની ચીજવસ્તુઓની સહાય કરી

અન્ય સમાચારો પણ છે...