Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી નગરપાલિકા દ્વારા આયોજિત સ્પર્ધામાં 142 બાળકોએ ભાગ લીધો
માંડવીનગરપાલિકા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ઉપરાંત મહેંદી સ્પર્ધા, કેશ ગુફન, આરતી શણગાર, વેશભૂષા તથા વક્તૃત્વ સ્પર્ધાના તમામ સ્પર્ધકોને આશ્વાસન ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
માંડવી સિનિયર સિટીઝન સભાખંડ ખાતે આયોજિત સ્ફર્ધામાં પાલિકા પ્રમુખ ડો. આશીષભાઈ ઉપાધ્યાય તથા ચીફ ઓફિસર ફિરોજભાઈ રાઠોડ, ભાવિનભાઈ મિસ્ત્રી તતા સ્નેહલભાઈ મોઢેરાની ઉપસ્થિતિમાં જુદાજુદી સ્પર્ધામાં 142 બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી. સ્પર્ધકોમાં ઉત્સાહ અદ્દભૂત રહ્યો હતો. વિભાગ 1 તથા વિભાગ 2માં સ્પર્ધાનું આયજન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભવોએ બાળકોમાં રહેલા કૌશલ્યને બિરદાવ્યા હતાં. અને દેશભક્તિ અંગે સમજણો આપી હતી. અને ગનરને વધુ સ્વચ્છ તથા સમૃદ્ધ બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. પાલિકાના કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતાં. જ્યારે સતીષભાઈ કાયસ્થ, ભાવિન મિસ્ત્રી, ધરતીબહેન શાહ તથા અનુપમાબહેન પણ રોકડ ઈનામો આપ્યા હતાં. જ્યારે નગરપાલિકાએ પ્રથમ દ્વિતીય તથા તૃતીય વિજેતાને ટ્રોફિ તથા પ્રમાણપત્ર આપ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોર્પોરેટર રંજનબહેન તથા આભારવિધી કારોબારી અધ્યક્ષ ભાવિનભાઈ મિસ્ત્રીએ કરી હતી.
વિજેતાઓને પુરસ્કાર તેમજ દરેક સ્પર્ધકને આશ્વાસન ઈનામ અપાયા
માંડવી હાઈસ્કૂલમાં યોજાયેલ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થિનીઓ.