તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી નગરપાલિકાનું ક્રિકેટનું વિશાળ મેદાન હવે જાણે ગૌચરમાં ફેરવાઈ ગયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી નગરપાલિકાનું ક્રિકેટનું વિશાળ મેદાન હવે જાણે ગૌચરમાં ફેરવાઈ ગયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીનગરની શોભારૂપ તથા રમતવીરોના મનગમતા સ્થળ એવા ક્રિકેટનું વિશાળ મેદાન હાલમાં જાણે ગૌચરમાં ફેરવાયું હોય તેમ પાલતું ઢોર બિન્દાસ્ત પણે ફરી રહ્યો છે. ત્યારે ક્રિકેટના મેદાનને નુકસાન પહોંચી રહ્યું છે તો વળી ગંદકી પથરાતા રમતવીરોના આરોગ્ય સામે જોખમ પ્રવર્તી રહ્યું છે.

માંડવી નગરની ઓળખ બની ગયેલા ક્રિકેટનું વિશાળ મેદાનમાં હાલમાં ઘાસ ઉગી નીકળતાં ક્રિકેટ રસિયા ઉપરાંત રમત માટે મેદાન જાણે વધુ માફક આવી ગયું છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી મેદાન પર ગાય ભેંસના ટોળેટોળા રખડી રહ્યાં છે. અને આખો દિવસ મેદાનમાં રખડતા ઢોર મળમૂત્ર પાથરતા રહે છે. જેથી ઠેરઠેર ગંદકીનો ઉપદ્રવ વધી ગયો છે. મદાનની ફરે પાલિકા દ્વારા બેસાડવામાં આવેલા પેવર બ્લોકના કારણે નગરજનોનો સવાર સાંજ ચાલવા પણ નીકળતાં હોય છે. આવા સંજોગોમાં ઢોર દ્વારા પથરતી ગંકીથી સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઢોરનો રખડવાના કારણએ મેદાન પણ જાણે ઉબડ ખાબડ બની ગયું છે. જેથી ક્રિકેટ રમતવીરોને પણ મેદાન પર દોડતા ઈજા પહોંચી રહી છે.

આવા સંજોગોમાં પાલતું પ્રાણીઓને આર્થિક ઉપાર્જન પૂરતા ઘરમાં રાખી મેદાન પર છોડી દેતા હોય છે. એવા પશુપાલકો પર કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

ચારે બાજુથી સલામત મેદાનમાં ઢોરોના પ્રવેશથી આશ્ચર્ય

માંડવીક્રિકેટ મેદાનની ફરતે પાલિકા શાસકો દ્વારા પાકુ કમ્પાન્ડ ઉપરાંત ત્રણ ત્રણ દરવાજાઓ પણ બનાવી તાળુ મારવામાં આવે છે. અને નગરજનોને પ્રવેશના મુખ્ય દ્વારે વ્યવસ્થા ઊભી કરેલ છે. પરંત ચારેબાજુથી સલામતી મેદન પર ઉતરી પડતા ઢોરોથી અનેક તર્ક વિતર્ક લગાવાય રહ્યાં છે. માથાભારે પશુપાલોક તથા તોડીને પશુઓને પ્રવેશ કરાવતાં હોવાની ચર્ચા સાથે પિલાકની લાચારી બાબતે પણ અનેક તર્ક લગાવાય રહ્યાં છે.

ચારેબાજુ કમ્પાઉન્ડ તથા દરવાજા હોવ છતાં પણ પાલતુ ઢોર ઘૂસી જતા આશ્ચર્ય

ઢોરનો રખડવાના કારણએ મેદાન પણ ઉબડ ખાબડ બની જતા મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો