તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બેડકુવાદૂર સ્થિત ‘ડૉ. હોમી ભાભા અણુમથક સાંસ્કૃતિક ભવન’નું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેડકુવાદૂર સ્થિત ‘ડૉ. હોમી ભાભા અણુમથક સાંસ્કૃતિક ભવન’નું લોકાર્પણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એન.પી.સી.આઇ.એલ.-કાકરાપારઅણુવિદ્યુત મથકની સી.એસ.આર. પ્રવૃત્તિઓ અંતર્ગત સુરત જિલ્લાના માંડવી ખાતે આશરે રૂ. ૫૪.૦૦ લાખના ખર્ચે નવનિર્મિત “ડૉ. હોમીભાભા અણુમથક સાંસ્કૃતિક ભવન”ની લોકાર્પણ વિધી બુધવારના રોજતાપી જિલ્લા કલેક્ટર બી.સી. પટણી અને કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટડાયરેક્ટર એલ.કે. જૈનના વરદ હસ્તે અને ગામના સરપંચ નિર્મળાબહેન ગિરીશભાઈ ચૌધરીની તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પ્રસંગે આસપાસની શાળાઓના આશરે ૧૦૦ જેટલા શિક્ષકોનું શિક્ષકદિન નિમિત્તે સન્માનકરી સમાજ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.

કલેક્ટર બી.સી. પટણીએ વિદ્યાર્થીઓ, યુવાઓને ઉપયોગી એવું મહામુલુ નજરાણું બેડકુવાદૂર ગામમાં આવેલ કન્યા વિદ્યાલયને ભેટ કરવા બદલ કાકરાપાર અણુવિદ્યુત મથકનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગ્રામ સેવા સમાજનાસ્થાપકોએ વર્ષ ૧૯૬૨માં વાવેલા બીજનો વિકાસ થઈને આજે એક વિશાળ વટવૃક્ષબની ગયેલ છે અને તેની છાયામાં આજે ૩૦૦ જેટલી આદિવાસી વિદ્યાર્થીનીઓ અત્રેઅભ્યાસ કરી રહેલ છે.

કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટર એલ. કે. જૈને ઉત્તરબુનિયાદી કન્યા વિદ્યાલયના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામ સેવા સમાજનાહોદ્દેદારોને સાંસ્ક્રુતિક ભવન સાકાર કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સાંસ્ક્રુતિક ભવન શાળાને તેમજ વિદ્યાર્થીઓને વિવિધશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મદદરૂપ થશે અને ભૂતકાળમાં પડતી અગવડો દૂર થશે. તેમણે અણુમથક દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિઓ અંતર્ગત હાથધરવામાં આવેલ વિવિધ સમાજ કલ્યાણ અને વિકાસની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપીહતી. પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ સર્વ વી.કે.જૈન, સ્ટેશન ડાયરેક્ટર (એકમ ૧-૨), બી. શ્રીધર, એડિશનલ ચીફએન્જિનિયર(ઇ.એમ.જી.) તેમજ અન્ય મહાનુભાવો સર્વ લક્ષ્મણભાઈ મોરડીયા,પ્રમુખ-માનવતાની મહેક સેવામંડળ, મોહનભાઇ મઢીકર, ઉષાબેન ચૌધરી, ગિરીશભાઈ ચૌધરી, બેડકુવાદૂર, મુકેશભાઇ ચૌધરી,કણજા, ઊર્મિલાબેનચૌધરી, વાંકલા, હસમુખભાઇ માહયાવંશી,શૈલેશભાઈ ચૌધરી, ઉંચામાળા વગેરેઉપસ્થિત રહ્યા હતા.

લગભગ 54.૦૦ લાખના ખર્ચે સાંસ્કૃતિક ભવન તૈયાર થયું

કાકરાપાર અણુવિદ્યુત મથકના સૌજન્યથી તૈયાર થયેલું ભવન

બેડકૂવા દૂર ગામે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો