તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી તાલુકાની પોસ્ટ ઓફિસની નેટ સેવા ખોળવાતાં ગ્રાહકો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી તાલુકાની પોસ્ટ ઓફિસની નેટ સેવા ખોળવાતાં ગ્રાહકો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકા મથકે આવેલ ટપાલ વિભાગની મુખ્ય કચેરીની ઈન્ટરનેટ સુવિધા ખોરંભે ચઢતા ગ્રાહકો હેરાન પરેસાન થઈ રહ્યાં છે. અને વીમા પ્રીમીયમની નિયમિતતા ઉપરાંત આર્થિક ફટકાથી બચવા માટે દૂરદૂરસુધી ખેંચાયને પ્રિમીયમ ભરવાની નોબત આવી પડી છે.

માંડવી નગરમાં આવેલ તાલુકા કક્ષાની પોસ્ટ ઓફિસની મુખ્ય કચેરીમાં છેલ્લા દોડ મહિનાથી વધારે સમયથી ઈન્ટરનેટ સુવિધા ખોટકાયેલી છે. જેથી પીએલઆઈ તથા આરપીએલઆઈના પ્રીમીયમો લેવાનું બંધ કરી દેવામાં આવ્ ચે. જેથી નગર તથા તાલુકાના હજારો વીમા ધારકો જાણે કફોડીહાલતમાં મુકાઈ ગયા છે. વીમા ધારકોના મૃત્યુ સામે પ્રીમીયમ ભરપાઈ થયેલું હોવાનું ફરજિયાત છે. તેવા સંજોગોમાં ગ્રાહકો નિયમિત પ્રીમીયમ ભરતાં રહે છે. પરંતુ હાલમાં છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી પોસ્ટ ઓફિસ દ્વારા પ્રીમીયમની રકમ સ્વીકરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. અને બારડોલી કે ગોડસંબા સ્વીકારતા હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ પોસ્ટના વીમા સરકારી કર્મચારીઓ લેતા હોય છે. જેમને માટે માંડવી છોડીને દૂર જવાનું મુશ્કેલ બની જતું હોય છે.

રજૂઆત કરાશે, ટૂંક સમયમાં પ્રશ્ન ઉકેલાશે

^ડિવિઝનમાં આહવા, કડોદ, મઢી, માંડવી, જેવા કચેરીએ સેવા બંધ થઈ છે. ઈન્ટરનેટ સુવિધા ખાનગી કંપનીને આપેલ છે. અને આરઓ લેવલે પ્રશ્ન પહોંચેલ છે. ઉચ્ચ અધિકારી આજરોજ બરોડ ગયેલ છે ત્યાં પણ રજૂઆત કરવામાં આવશે અને ટૂંક સમયમાં પ્રશ્ન ઉકેલાશે. > યોગેશભાઈટાંક ,પોસ્ટલ આસીસ્ટન્ટ,બારડોલી

વૈકલ્પિક સુવિધા શરૂ કરવા માટે માગ

માંડવીપોસ્ટ ઓફિસની ઈન્ટરનેટ સેવા બંધ થઈ જતાં પ્રીમીયમ સ્વીકારવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી સૌ હેરાન થઈ રહ્યાં છે. ત્યારે તાકીદે મેન્યુઅલી રસીદ આપી પ્રીમીયમ સ્વીકારવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઘણી કચેરીઓમાં આવી મેન્યુઅલી સુવિધાઓ હોય છે. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા સગવડ આપતાં ગ્રાહકોમાં ભારે અસંતોષ વ્યાપી ઉઠ્યો છે.

PLI તથા RPLIનું પ્રીમિયમ લેવાનું બંધ કરતાં ગ્રાહકોને મોટો ફટકો

દોઢ માસથી બંધ હોવો છતા વહીવટીતંત્ર નિંદ્રાધિન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો