તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માંડવીની ત્રણ ગ્રા. પંચાયતોની ચૂંટણીમાં 91.39 ટકા મતદાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીની ત્રણ ગ્રા. પંચાયતોની ચૂંટણીમાં 91.39 ટકા મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનીબે ગ્રૂપ પંચાયતનું વિભાજન થતાં યોજાયેલી પેટા ચુંટણીમાં એક ગ્રામ પંચાયત સમરસ બની હતી. જ્યારે ત્રણ ગ્રામ પંચાયતમા સરેરાશ 91.39 ટકા જેટલું મતદાન થયું હતું અને 21 માર્ચે મતગણતરી હાથ ધરાતા ઉમેદવારોનું ભાવિ નિશ્ચિત થશે.

માંડવી તાલુકાનાં મામલતદાર અને ચૂંટણી અધિકારી કે.કે.પટેલ તથા રાજુભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા વિવિધ પંચાયતના ચૂંટણી અધિકારી એમ.એમ.વસાવા અને રમેશભાઈ ભીલની સીધી દેખરેખ હેઠળ આજરોજ લુહારવડ, જામકુઇ તથા વદેશીયા ગ્રામપંચાયતની પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી ઇવીએમ મતદાન પ્રક્રિયામાં મતદાતાઓની લાંબી લાઈનો લાગી હતી. મતદાન પ્રક્રિયાના સમય સુધી મતદારો સતત આવતા રહ્યા હતા. મતદારોના ધસારા સાથે સાંજ સુધીમાં લુહારવડ ગ્રામપંચાયતનું 90.21 તથા જામકુઇ ગ્રામપંચાયતનું 92.69 અને વદેશીયા ગ્રામપંચાયતનું 91.64 ટકા મતદાન સાથે ત્રણેય પંચાયતના સરપંચ તથા વોર્ડ સભ્યોનું ભાવિ શીલ થઈ ગયું હતું. તા-21 માર્ચના રોજ મતદાન ગણતરી હાથધરાતા ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. રવિવારનારોજ હાથ ધરાયેલ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

ચાર ગ્રા.પં.ની પેટાચૂંટણીમાં નૌગામાં પંચાયત સમરસ બની

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો