તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mandvi
  • જ્યા શિક્ષણ લીધું તે જ શાળાના પ્રવેશોત્સવમાં મુખ્ય મહેમાન બનીને આવ્યા અગ્રસચિવ

જ્યા શિક્ષણ લીધું તે જ શાળાના પ્રવેશોત્સવમાં મુખ્ય મહેમાન બનીને આવ્યા અગ્રસચિવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | માંડવીની માંડવી કુમાર, કન્યા અને અંધાત્રી શાળાનો પ્રવેશોત્સવ સોમવારના રોજ ઉજવવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના પંચાયત વિભાગના અગ્રસચિવ અનિલભાઈ કે. પટેલ જેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચૂક્યા છે. અનિલભાઈ પટેલ શાળામાં પ્રવેશોત્સવના મુખ્ય મહેમાન તરીકે આવતાં તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમણે પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે બાળકોને જણાવ્યું હતું કે ગુજરાતી શાળામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચહોદ્દા પર ફરજ બજાવી શકાય છે. આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ, નગર સેવકો માંડવી તાલુકા પંચાયત શિક્ષણાધિકારી, બીટ, નિરીક્ષક, તાલુકા પ્રા. શિ. અધિકારી, બીઆરસી, સીઆરસી વાલીઓ ગ્રામજનો અને એસએમસીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. માંડવી પાલિકા તરફથી પ્રવેશ લેનાર તમામ બાળકોને કીટ આપવામાં આવી હતી. શાળામાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે અનિલભાઈ પટેલે શાળાના પટાંગણમં વૃક્ષારોપણ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...