સાલૈયા ગામે સત્સંગમાં ભજનો- મુક્તકોથી ભક્તો ઝૂમી ઉઠ્યા

માંડવી : મોટામીયામાંગરોળની ગાદીના હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિસ્તી સાહેબના સુપુત્ર પીર મતાઉદ્દીન...

DivyaBhaskar News Network | Updated - Feb 17, 2015, 02:25 AM
સાલૈયા ગામે સત્સંગમાં ભજનો- મુક્તકોથી ભક્તો ઝૂમી ઉઠ્યા
માંડવી : મોટામીયામાંગરોળની ગાદીના હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિસ્તી સાહેબના સુપુત્ર પીર મતાઉદ્દીન (પીરઝાદા)નો માંડવી તાલકાના સાલૈયા ગામે આધ્યાત્મિક પ્રવચન યોજાયું હતું. જેમાં તેઓના મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રખર સુફી વિચારક, લોક સેવક તથા યુવા ધર્મગુરુ મતાઉદ્દીન ચિસ્તી સાહેબ વર્તમાન સમયના કુરીવાજો, દૂષણો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. સાથે સાથે સુફીબાદનો મર્મ સમજાવતાં જુદીજુદી ભાષામાં રજૂ કરેલ મુકતારો ભજનોથી જનમેદનીને મંત્રમુગ્ધ કરીદીધા હતાં. વધુમાં તેઓએ મોટામીયા માંગરોળની ગાદીની સિદ્ધાંતો સમજાવી સુફીબાદને દરેક ધર્મનો મર્મ ગણાવ્યો હતો.

ઉપરાંત હિન્દુ મુસ્લિમ એક સંપી થઈ ભાઈચારાની રાખવાની હાંકલ કરતાં ઉમેર્યુ હતું કે એક ધર્મના લોકો એકબીજા ધર્મના લોકને આદર આપવા જોઈએ. જેથી કોઈની લાગણી દુભાઈ નહીં. તથા સમાજમાં કોમી એકતાનું વાતાવરણ બની રહેશે. કન્યા કેળવણીને મહત્વ સમજાવ્યું હતું.

X
સાલૈયા ગામે સત્સંગમાં ભજનો- મુક્તકોથી ભક્તો ઝૂમી ઉઠ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App