• Gujarati News
  • National
  • કડોદ |માંડવી તાલુકાના ઉંમરસાડી ગામે નિશાળ ફળિયામાં રહેતા જરીનાબહેન જસુભાઈ

કડોદ |માંડવી તાલુકાના ઉંમરસાડી ગામે નિશાળ ફળિયામાં રહેતા જરીનાબહેન જસુભાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ |માંડવી તાલુકાના ઉંમરસાડી ગામે નિશાળ ફળિયામાં રહેતા જરીનાબહેન જસુભાઈ ચૌધરી (15)નાઓ પોતાના ઘરમાં પજારીમાં બનાવવામાં આવેલ ચુલા ઉપર નાહવા માટે તપેલામાં પાણી ગરમ કરતાં હતાં. વેળાએ ચુલો સળગતો હોય તેમણે લાકડા સળગાવવા માટે નજીકમાં મુકેલ કેરબામાંથી થોડુ કેરોસીન કાઢી ચુલામાં નાંખ્યું હતું. અને કેરોસીન ભરેલો કેરબો ચુલાની બાજુમા મુક્યું હતું. જેનું ઢાંકણ બંધ કર્યુ હતું. દરમિયાન કેરોસીન ચુલામાં નાંખતાની સાથે ભડકો થયો હતો અને જે આગ નજીમાં મુકેલ કેરોસીનના કેરબામાં લાગતાં મોટો ભડકો થવાને કારણે ઝરીન બહેનના શરીર ઉપર પહેરેલા કપડામાં આગ લાગી જતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

ઉમરસાડી ગામે ચૂલા ઉપર પાણી ગરમ કરતા 15 વર્ષીય તરૂણી દાઝી

અન્ય સમાચારો પણ છે...