• Gujarati News
  • National
  • વાઘેચા તાપીની ભૌગોલિક પરિસ્થીતિ અજાણ હોવાથી ડૂબવાની ઘટના ‌‌વધી

વાઘેચા તાપીની ભૌગોલિક પરિસ્થીતિ અજાણ હોવાથી ડૂબવાની ઘટના ‌‌વધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના વાઘેચા ગામે આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરે લોકો દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે. અને દર્શન કર્યા બાદ મંદિરની પાછળથી વહેતી તાપી નદીમાં નાહવા પડે છે. જેઓને તાપી નદીની ભૌગોલિક પરિસ્થિતી અજાણ હોવાથી ઉંડા પાણીમાં ગરક થઈ જાય છે અને મોતને ભેટે છે. જેમાં મહત્તમ યુવાનોનું ડૂબીને મોતને ભેટે છે.

વાઘેચા ગામની સીમમાંથી વહેતી તાપી નદીમાં ગત રવિવારના રોજ નાહવા પડેલા સુરતના બે યુવાનોના ડૂબીને મોત થયા હતાં. નદીમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ખોયા છે. જેમાં મહત્તમ સુરત શહેરના યુવાનોની ડૂબવાની ઘટના બની છે. તાપી નદીના મધ્યમાં પાણીનો વહેણ વધુ હોય અને ત્યાં નાહવા જતાં યુવાનો ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ હોય જેથી નાહતી વેળાએ નદીમાં પાણીથી બનેલી ઉંડી બખોલમાં ગરક થઈ જાય છે અને પોતાનો જીવ ખોઈ બેસે છે. નદીના જે જગ્યાએ ડૂબે છે તે વિસ્તાર મંદિરથી એક કિમી જેટલો દૂર છે. વાઘેચા ખાતે તાપી નદીમાં મોટી મોટી પથ્થરોની શીલાઓ આવેલી છે. જે શીલાઓમાં પાણીના વહેણથી બખોલ બની ગઈ છે. જેથી અહીં નાહવા માટે આવતાં લોકોને પરિસ્થિત અંગે ખ્યાલ હોતો નથી. કોઈક જગ્યાએ છીછરુ પાણી હોય તો તેની બાજુમાં ઉંડી બખોલ પણ હોય છે. જે સ્થિતિનો ખ્યાલ રહેતા લોકોએ મોતના મુખમાં ધકેલાય છે.

સૂચન બોર્ડ મૂક્યું હોવા છતાં અવગણના કરીને નાહવા જાય છે

ડૂબીને મોતને ભેટનારાઓમાં મહત્તમ સુરત તથા આસપાસના લોકો

રેતી ખનનને કારણે ઉંડા ખાડા પડી ગયા

સુરતતાપી જિલ્લામાંથી પસાર થતી તાપી નદીના ઓવારા પર દર રવિવારે કોઈને કોઈ ઈસમ ઉંડા પાણીમાં ડૂબીને મોતને ભેટવાની ઘટના બની રહી છે. ખોલવડ, ડુંગરા, વાઘેચા સહિત માંડવી તાલુકાના ઓવારા પર પણ આવી ઘટના વધુ બની હોવાનું નોંધાયુ છે. જેનું ઝીણવટ પૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે રેતી ખનન કારણે ઘણી જગ્યાએ ઉંડા ખાડી પડી ગયા છે. તો કેટલીક જગ્યાએ બ્લાસ્ટિંગને કારણે પથ્થરોમાં મોટી તિરાડ અને બખોલ પડી જતાં અંદર ફસાઈને મોતને ભેટે છે.

લોકો નદીના મધ્ય ભાગમાં જતાં રહે છે

વાઘેચાખાતે તાપી નદીના પટ પર સૂચન બોર્ડ મુકવામાં આવ્યું છે. ડૂબાણ વાળો વિસ્તાર હોય અહીં અવાર નવાર ડૂબવાની ઘટના બને છે. માટે નદીના મધ્યભાગમાં નાહવા પર પ્રતિબંધ હોવાનું સૂચન બોર્ડ મુક્યું છે. છતાં લોકો તેની અવગણના કરે છે અને નાહવા માટે નદીના મધ્યભાગમાં જતાં હોય છે.

જગ્યા અનેક લોકો ડૂબી ગયા છે

વાઘેચાખાતે અત્યાર સુધી મોટી સંખ્યામાં યૂવાનો ડૂબીને મોતને ભેટ્યા છે. જેમાં મહત્ત્મ યુવાનો સુરત શહેર અથવા સુરત શહેરને અડીને આવેલા વિસ્તારોના છે. અહીં આવતા યુવાનો મોજ મસ્તી કરીને નદીમાં નાહવા પડે છે તેઓને નદીની ભૌગોલિક પરિસ્થિતિથી વંચિત હોવાથી ઉંડા પાણીમાં ગરક થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...