• Gujarati News
  • National
  • માંડવી હાઈસ્કૂલમાં 480 બાળકોને શાળા પ્રવેશ અાપવામાં આવ્યો

માંડવી હાઈસ્કૂલમાં 480 બાળકોને શાળા પ્રવેશ અાપવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીહાઈસ્કૂલ ખાતે ધોરણ 9નો પ્રવેશોત્સવના કાર્યક્રમમાં 480 જેટલાં બાળકોને પ્રવેશ આપી આવકાર્યા હતાં. સાથે પાણી બચાવો અને દીકરી બચાવો અંગેના જનજાગૃતિના કાર્યક્રમ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ મહાનુભાવોને આવકાર્યા હતાં. ત્યારબાદ શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ તથા મુખ્ય મહેમાન વગાસિયા તેમજ પાલિકા પ્રમુખ ડો. આશીષભાઈ ઉપાધ્યાય લાયનેશ અધિકારી રાયસિંગભાઈ ચૌધરી, દેવાંગ ચૌધરી, ભુપેશ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે વર્ષો પહેલાં શાળા સત્ર શરૂ થવાના દિવસે વાતાવરણ અત્યંત ગંભીર બની જતું હતું. જ્યારે સરકારના પ્રવેશોત્સવના પ્રયાસોથી છેલ્લા ઘણા સમયથી શાળાનું વાતાવરણ જાણે ઉલ્લાસમય બની રહ્યું છે. અને બાળકો આનંદભેર શાળામાં પ્રવેશ મેળવી ખુશનુમા વાતાવરણમાં પોતાના ઘડતર કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેશભાઈ શીરોયા તથા વિદ્યાર્થીઓએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

માંડવી હાઈસ્કૂલમાં યોજાયેલ પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...