• Gujarati News
  • National
  • બડતલમાં ચોરીનાં લાકડાં સહિત રૂ. દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત

બડતલમાં ચોરીનાં લાકડાં સહિત રૂ. દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીદક્ષિણ વનવિભાગને મળેલી માહિતી અનુસાર આજરોજ બડતલ ગામે ચેકિંગ હાથ ધરતા સુથારી કામ કરતાં ઇસમને ત્યાંથી ચોરીના લાકડાનો મોટો જથ્થો મળી આવતા તમામ જથ્થો તથા સુથારી કામના સાધનો જપ્ત લઈ સુથાર કામ કરતાં વ્યક્તિની ધરપકડ કરી હતી. સુરત નાયબ વનસંરક્ષકને મળેલી બાતમીના આધારે દક્ષિણ રેન્જના અધિકારી વિક્રમસિંહ સૂરમા તથા પીપલવાડા રાઉન્ડના ફોરેસ્ટર અનિલ પટેલ તથા ખોખર રાઉન્ડ ફોરેસ્ટર ચૌધરી ઉપરાંત બીટગાર્ડ સહિતની ટીમ બડતલ ગામે પહોંચી હતી. જ્યાં સુરેશભાઇ મુળજીભાઈ ચૌધરીના ઘરે પહોંચતા વનવિભાગનો સ્ટાફ પણ ચોંકી ઊઠ્યો હતો. પાસનો સાગી ચોરસા નંગ-152 જેટલો વિપુલ જથ્થો પડેલો હતો. 1.113 ઘનમીટર લાકડાંની પરમિટનાં કોઈ કાગળિયાં રજૂ કરી શકતા સુરેશ મુળજી ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉપરાંત ફર્નિચર બનાવવામાં ઉપયોગી મશીન સહિતનાં સાધનો તથા પલંગ અને ટીપોઇની સાઇઝ પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

નવા વરાયેલા અધિકારીએ સપ્તાહમાં ચોરીના 3 કેસ પકડ્યા

માંડવીદક્ષિણ વિભાગમાં નવનિયુક્ત અધિકારી દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ જેટલા ચોરીના લાકડાના કેસો કરવામાં આવતાં સ્થાનિક વીરપ્પનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ દ્વારા છેલ્લા થોડાક દિવસોથી હાથ ધરાયેલા અભિયાનથી પ્રકૃતિપ્રેમીઓમાં જાણે ખુશી વ્યાપી ઊઠી છે.

સુથારને ત્યાંથી લાકડાં મળી આવ્યા

માંડવી વનવિભાગે ગેરકાયદે લાકડાચોરી કરતા ચોરોને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...